ઉધના ભીમનગર આવાસમાં રહેતા અને ઉધના ઉદ્યોગ નગર સંઘના ટાવરના 32 વર્ષીય સફાઈકર્મી પોપટ વાલ્હે 11મી નવેમ્બરે બપોરે કેન્ટીનમાં જમવા ગયો ત્યારે મોબાઈલ ચાર્જીગમાં મૂક્યો હતો. બાદમાં ચાર્જીગમાંથી ફોન કાઢવા જતા અચાનક સ્ક્રીન પર લાલ સિગ્નલ દેખાયું હતું. સફાઈકર્મીએ સ્વિચ ઓફ કરવાનો પ્રયાસ કરવા છતાં ફોન હેક થઈ ગયો હતો. ફોન ચાલુ થયા બાદ તેણે બેલેન્સ ચેક કરતા લાખો રૂપિયા ઉપડી ગયા હતા. સફાઈકર્મીના મોબાઈલમાં ફોન પે એપ સાથે બે બેંક ખાતા લિંક હતા. સફાઈકર્મીના બેંક ઓફ બરોડાના ખાતામાંથી 1.05 લાખ અને HDFCના ખાતામાંથી 45400 સહિત 1.45 લાખ ઉપડી ગયા હતા. તપાસમાં આ રકમ આસામના 3 અને કેરળના 3 ખાતામાં ટ્રાન્સફર થઈ હતી. ‘બીમાર પત્નીની સારવારના રૂપિયા હતા’
ભોગ બનનાર પોપટ વાલ્હેએ જણાવ્યું કે હું 8 વર્ષથી સફાઈકામ કરુ છું, દર મહિને પગારમાંથી અમુક રકમ બચત કરી બેંક ખાતામાં જમા કરાવું છું, આવી રીતે બચત કરી.1.45 લાખ ભેગા કર્યા હતા. આ મહિને આ રકમમાંથી 1 લાખની એફડી કરાવવાના હતા, બાકીના 45 હજાર ઈમરજન્સી માટે ખાતામાં જ રાખવાનો હતો. કારણ કે પત્ની અને બાળક બીમાર હોવાથી તેમના દવાના ખર્ચ માટે 45 હજાર અલગ રાખ્યા હતા.
ઉધનાના સફાઈકર્મી સાથે સાયબર ગઠિયાઓનું કારસ્તાન:લાલ સિગ્નલ થયા બાદ ફોન હેક થયો બે ખાતામાંથી 1.45 લાખ ઉપડી ગયા
📅 Published: November 18, 2026 |
📂 Category: gujarati-news
