ઉધનામાં બે માળની જર્જરિત બિલ્ડિંગની ગેલેરી ધરાશાયી:ફાયર વિભાગની નોટિસ છતાં લોકોએ ઘર ખાલી ન કર્યા, સદનસીબે જાનહાનિ ટળી

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરમાં જોખમી અને જર્જરિત બિલ્ડિંગોને ખાલી કરવા તંત્ર દ્વારા સમયાંતરે ચેતવણીઓ આપવામાં આવે છે, છતાં લોકો ધ્યાને ન લેવા દુર્ઘટનાઓ બને છે. આજે શહેરના ઉધના વિસ્તારમાં વધુ એક જર્જરિત ઇમારતની બાલ્કની અચાનક તૂટી પડી છે. સદનસીબે આ દુર્ઘટના વહેલી સવારે બની હોવાથી કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. લોકોની અવરજવર ન હોવાથી દુર્ઘટના ટળી
ઉધના વિસ્તારના રોડ નંબર 13 પર બે માળની એક જૂની અને જર્જરિત બિલ્ડિંગ આવેલી છે. સવારે આશરે 5 વાગ્યાના સુમારે અચાનક જ આ ઇમારતની ગેલેરી કડડભૂ થઈને નીચે પડી હતી. વહેલી સવારનો સમય હોવાને કારણે રસ્તા પર કે બિલ્ડિંગની આસપાસ લોકોની અવરજવર નહિવત હતી, જેના કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી. જો આ ઘટના દિવસના સમયે બની હોત તો ગંભીર જાનહાનિ થવાની પૂરી શક્યતા હતી. ફાયર વિભાગની નોટિસ છતાં ખાલી ન કરાઈ
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આ જોખમી અને અતિ જર્જરિત બિલ્ડિંગ બાબતે અગાઉ જ નોટિસ ફટકારવામાં આવી હતી. તંત્ર દ્વારા ઇમારતમાં આવેલા તમામ ઘર અને દુકાનો તાત્કાલિક ખાલી કરી દેવા માટે કડક સૂચના આપવામાં આવી હોવા છતાં, સમયસર સ્થળાંતર ન થવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *