ઉમરગામથી માલગાડીને ફ્લેગિંગ-ઓફ કરાયું

📅 Published: September 8, 2026 | 📂 Category: Valsad

વડોદરા ખાતેથી મંગળવારે વડાપ્રધાન મોદીએ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ન્યૂ સાણંદ (એન.)- ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સાફાળે-અને ન્યૂ જેએનપીટી સહિતના વિભાગોને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ સાથે જ ન્યૂ ઉમરગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, રેલવેના ઉચ્ચ અધિકારીઓ, ઉમરગામના ઉદ્યોગપતિઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ન્યૂ ઉમરગામથી ન્યૂ જેએનપીટી (ન્યુ સફાલે)સુધીની માલગાડીને ફ્લેગિંગ-ઓફ્ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કાર્યરત થવાથી માલ પરિવહન વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનવાની અને ગુજરાત સહિત પશ્ચિમ ભારતના ઔદ્યોગિક વિસ્તારોને તેનો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *