ઉમરગામ GIDCમાં વરસાદ અને માલવાહક વાહનોની અવરજવરથી આંતરિક રસ્તા બેહાલ

📅 Published: September 8, 2026 | 📂 Category: Valsad

ઉમરગામ જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં ચોમાસા બાદ રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. અનેક મુખ્ય તેમજ આંતરિક માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે. સાથે જ રસ્તાની સપાટી ઉખડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વાહન વ્યવહારથી ધમધમતા ઔદ્યોગિક વિસ્તારમાં રસ્તાની અવદશાને પગલે ઉદ્યોગજગત, કંપની કર્મચારીઓ અને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

મળતી વિગતો અનુસાર ઉમરગામ ચંદન સ્ટીલ કંપની તરફ્ જતા મુખ્ય માર્ગ ખાડાથી બેહાલ બન્યો છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં ટ્રક, ટ્રેલર, માલવાહક વાહનો, કર્મચારીઓની બસો, કાર તેમજ દ્વિચક્રી વાહનોની અવરજવર થાય છે.

તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી થતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

માત્ર ચંદન સ્ટીલ તરફ્ જતો માર્ગ જ નહીં, પરંતુ ઉમરગામ જીઆઈડીસીના અન્ય અનેક રસ્તાઓ પણ વરસાદ અને સતત ભારે વાહનોની અવરજવરને કારણે તૂટી ગયા છે. અનેક સ્થળોએ પાણી ભરાઈ રહેતા રસ્તા વધુ ધોવાઈ ગયા છે. રસ્તા પર પડેલા મોટા ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની સાથે દ્વિચક્રી વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે ખાડા દેખાતા ન હોવાથી અકસ્માતનું જોખમ વધ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *