ઊંઘમાં લાળ નીકળવાની આદતથી પરેશાન છો?:શું તે સામાન્ય છે કે કોઈ બીમારીનો સંકેત?; ડૉક્ટર પાસેથી જાણો બચાવના 11 ઉપાયો

📅 Published: October 30, 2026 | 📂 Category: Lifestyle

જ્યારે આપણે ઊંઘતા હોઈએ છીએ, ત્યારે પણ આપણા શરીરની અંદર અનેક જરૂરી કામ સતત ચાલતાં રહે છે. સેલાઇવા એટલે કે લાળ બનવી પણ આમાંથી એક છે. આ આપણા શરીરનું એક જરૂરી પ્રવાહી છે, જે મોંને ભીનું રાખવા, ખોરાક ચાવવામાં અને ગળવામાં તેમજ પાચનની પ્રક્રિયામાં પણ મદદ કરે છે. સામાન્ય રીતે આપણે જાગતા કે ઊંઘતા સમયે લાળને અજાણતાં ગળતા રહીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ઘણી વાર સવારે ઊઠ્યા પછી તકિયા પર લાળના નિશાન જોવા મળે છે? ક્યારેક ઊંઘતી વખતે મોંમાંથી લાળ નીકળવી સામાન્ય છે. પરંતુ જો આવું રોજ થાય, તો તેની પાછળ એલર્જી, એસિડ રિફ્લક્સ અથવા સ્લીપ એપ્નિયા જેવી ઘણી સમસ્યાઓ હોઈ શકે છે. આથી આજે ‘કામના સમાચાર’માં ઊંઘતી વખતે લાળ નીકળવાની સમસ્યાને વિગતવાર સમજીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. રોહિત શર્મા, સિનિયર કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન, અપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલ, જયપુર સવાલ- લાળનું આપણા શરીરમાં શું કામ છે અને તે શા માટે જરૂરી છે? જવાબ- તેને પૉઇન્ટર્સ દ્વારા સમજો- લાળનાં તમામ કાર્યો ગ્રાફિકમાં જુઓ- સવાલ- સૂતી વખતે મોંમાંથી લાળ કેમ નીકળે છે? જવાબ- આને પોઇન્ટર્સથી સમજો- સવાલ- શું સૂતી વખતે મોઢામાંથી લાળ નીકળવી એકદમ સામાન્ય છે? જવાબ- હા, સૂતી વખતે મોઢામાંથી થોડી લાળ નીકળવી સામાન્ય છે. પરંતુ જો આવું દરરોજ વધારે પ્રમાણમાં થાય અથવા અચાનક લાળ નીકળવાની સમસ્યા વધી જાય, તો તેની પાછળ કોઈ અન્ય કારણ હોઈ શકે છે. સવાલ- શું સૂતી વખતે મોઢામાંથી લાળ નીકળવાનું કારણ લાળનું વધુ પડતું બનવું પણ હોઈ શકે છે? જવાબ- હા, આવું થઈ શકે છે. શરીરમાં જરૂરિયાત કરતાં વધુ લાળ બનવાને ‘હાઇપરસેલિવેશન’ અથવા ‘સિયલોરિયા’ કહેવામાં આવે છે. તેનાથી મોઢામાં વધારાની લાળ જમા થવા લાગે છે, જે ઊંઘ દરમિયાન બહાર નીકળી શકે છે. એસિડ રિફ્લક્સ, મોઢામાં ચેપ અથવા કેટલીક દવાઓના કારણે લાળ વધુ બને છે. સવાલ- શું આ કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે? જવાબ- હા, જો સૂતી વખતે મોઢામાંથી વારંવાર લાળ નીકળે અથવા સમસ્યા અચાનક વધી જાય, તો તેની પાછળ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોઈ શકે છે. તેને ગ્રાફિકમાં જુઓ- સવાલ- લાળ પડવી ક્યારે સામાન્ય છે અને ક્યારે ડૉક્ટરને બતાવવું જરૂરી છે? જવાબ- ક્યારેક ઊંઘ દરમિયાન થોડી લાળ પડવી સામાન્ય છે. પરંતુ જો સતત લાળ પડતી રહે અથવા તેની સાથે અન્ય લક્ષણો દેખાય, તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ગ્રાફિકમાં જુઓ- સવાલ- શું જીવનશૈલી અને ખાવાપીવાની આદતોનો ઊંઘ દરમિયાન લાળ પડવા સાથે કોઈ સંબંધ છે? જવાબ- હા, જીવનશૈલી અને ખાવાપીવાની કેટલીક આદતો ઊંઘતી વખતે મોઢામાંથી લાળ નીકળવાની સમસ્યાને વધારી શકે છે, જેમ કે- સવાલ- જો પહેલાં લાળ નીકળતી ન હતી અને અચાનક રાત્રે દરરોજ લાળ નીકળવા લાગે તો શું કરવું? જવાબ- તેને અવગણશો નહીં. કેટલીક બાબતોનું ધ્યાન રાખો- સવાલ- સૂતી વખતે મોઢામાંથી લાળ નીકળવાની સમસ્યાથી બચવા માટે શું કરવું જોઈએ? જવાબ- આ માટે રોજિંદી આદતોમાં કેટલાક ફેરફાર કરવા અને તેનાથી સંબંધિત આરોગ્ય સમસ્યાઓની સમયસર સારવાર કરાવવી જરૂરી છે. તમામ જરૂરી સાવચેતીઓ ગ્રાફિકમાં જુઓ- પ્રશ્ન- શું સૂતી વખતે બાળકોના મોઢામાંથી લાળ નીકળવી સામાન્ય છે? જવાબ- હા, નાના બાળકોમાં ગળવાની પ્રક્રિયા વિકસિત થઈ રહી હોય છે. આ દરમિયાન સૂતી વખતે લાળ નીકળવી સામાન્ય છે. નાક બંધ થવાથી, એલર્જી અથવા મોઢેથી શ્વાસ લેવાથી પણ લાળ બહાર નીકળી શકે છે. પરંતુ જો દરરોજ વધુ પ્રમાણમાં લાળ નીકળે, દિવસ દરમિયાન પણ લાળ ટપકતી રહે અથવા ગળવામાં, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો હોય તો બાળરોગ નિષ્ણાતની સલાહ લો. …………………………… ગ્રાફિક્સ- વિપુલ શર્મા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *