એક વર્ષમાં અમદાવાદને ટ્રાફિક સિગ્નલ ફ્રી બનાવવાનો પોલીસનો લક્ષ્યાંક:કેપસ્યુલ ફોર્મ્યુલાથી 24થી વધુ કટ બંધ કરાયા, બે લાખ વાહનોની અવરજવર વાળો નારોલ સર્કલ કટ બંધ કર્યો

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદ શહેરમાં વ્યાપક ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ અર્થે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંયુક્ત માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ આગામી એક વર્ષમાં સમગ્ર શહેરને ટ્રાફિક સિગ્નલ ફ્રી બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે શહેરમાં ‘કેપ્સ્યુલ ફોર્મ્યુલા’ અપનાવીને અત્યાર સુધીમાં 24થી વધુ મુખ્ય કટ બંધ કરી રોડની બંને તરફ 100થી 200 મીટરના અંતરે નવા યુ-ટર્ન આપવામાં આવ્યા છે. શહેરના 104 મુખ્ય જંકશનો પર કેપ્સ્યુલ આકારના જંકશન ડેવલપ કરાશે
ટ્રાફિક મુવમેન્ટને સતત અને સરળ બનાવવા માટે શહેરના 104 જેટલા મુખ્ય જંકશનો પર કેપ્સ્યુલ આકારના જંકશન ડેવલપ કરવામાં આવી રહ્યા છે. આ પદ્ધતિમાં જંકશન વચ્ચેનો સીધો કટ અથવા ચોકડી પરનો સીધો રસ્તો કાયમી કે કામચલાઉ બેરિકેડ/આઈલેન્ડ દ્વારા બંધ કરી દેવાય છે. જેના કારણે ચારેય તરફથી આવતા વાહનો એકબીજા સાથે ટકરાતા અટકે છે અને સિગ્નલ ન હોવાથી વાહનચાલકોનો વેઇટિંગ ટાઇમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. ટ્રાફિક ડીસીપી નરેશ કણઝારીયાના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં શહેરના અનેક સર્કલ નાના કરવામાં આવશે, રોડની ડિઝાઇનમાં સુધારા કરાશે અને વધુ કેટલાક કટ બંધ કરીને ટ્રાફિક ફ્લો સીમલેસ બનાવવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *