એનર્જી ડ્રિંક એટલે બીમારીઓનું ઘર!:શુગરથી ફેટી લીવર, કિડની ડેમેજનું જોખમ; 10 હોમમેડ હેલ્ધી ડ્રિંક્સનું લિસ્ટ જુઓ

📅 Published: October 22, 2026 | 📂 Category: Lifestyle

તાજેતરમાં રાહુલ ગાંધીનો એક વીડિયો વાઈરલ થયો હતો. તેમાં તે ગુલાબી કલરનું એનર્જી ડ્રિંક પીતા જોવા મળ્યા હતા. ત્યારથી સોશિયલ મીડિયા પર એનર્જી ડ્રિંકને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એનર્જી ડ્રિંક પીધા પછી થોડા સમય માટે સતર્કતા અને ઊર્જાનો અનુભવ થઈ શકે છે. પરંતુ તેમાં રહેલું કેફીન અને શુગર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. વર્ષ 2019માં ‘ઇન્ટરનેશનલ જર્નલ ઑફ એન્વાયર્નમેન્ટલ રિસર્ચ એન્ડ પબ્લિક હેલ્થ’માં પ્રકાશિત એક સિસ્ટમેટિક રિવ્યૂ મુજબ, એનર્જી ડ્રિંકમાં રહેલી વધુ પડતી ખાંડથી ફેટી લીવરનું જોખમ વધે છે. વળી, ‘જર્નલ ઑફ બાયોસાયન્સ એન્ડ મેડિસિન’ અનુસાર, એનર્જી ડ્રિંક્સમાં પ્રતિ સર્વિંગ 20–30 ગ્રામ સુધી ખાંડ હોઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ ડ્રિંક્સ ઘણી રીતે દારૂ અને સોડા કરતાં પણ વધુ જોખમી હોઈ શકે છે. આથી આજે ‘કામના સમાચાર’માં સ્વાસ્થ્ય પર એનર્જી ડ્રિંક્સની અસર વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. અભિનવ કુમાર ગુપ્તા, સિનિયર કન્સલ્ટન્ટ, એન્ડોક્રિનોલોજી, ડાયાબિટીસ એન્ડ મેટાબોલિક મેડિસિન, નારાયણા હોસ્પિટલ, જયપુર સવાલ- એનર્જી ડ્રિંક્સ પીધા પછી લોકો એનર્જેટિક કેમ અનુભવે છે? જવાબ- તેને પોઇન્ટર્સ દ્વારા સમજો- સવાલ- એનર્જી ડ્રિંક્સમાં ન્યુટ્રિશનના નામે શું હોય છે? જવાબ- એનર્જી ડ્રિંક્સમાં મુખ્યત્વે કેફીન, ખાંડ, ટૉરિન અને B-વિટામિન હોય છે. તેમાં સામાન્ય રીતે પ્રોટીન અને ફાઇબર હોતા નથી. તેથી એનર્જી ડ્રિંકને સંતુલિત પોષણવાળું ડ્રિંક માનવામાં આવતું નથી. સવાલ- એનર્જી ડ્રિંક્સ પીધા પછી શરીરમાં શું થાય છે? શરીર તેને કેવી રીતે મેટાબોલાઇઝ કરે છે? જવાબ- એનર્જી ડ્રિંક પીધા પછી તેમાં રહેલું કેફીન અને શગર શરીરમાં શોષાઈને અલગ-અલગ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તેને સમયરેખા દ્વારા સમજો- શરૂઆતની 10 મિનિટમાં 15–30 મિનિટમાં 30–60 મિનિટમાં લીવરમાં કેફીનનું મેટાબોલિઝમ સવાલ- એનર્જી ડ્રિંક લીવર માટે કેમ ખતરનાક છે? જવાબ- તેમાં શુગર અને વિટામિન B3 (નિયાસિન)નું પ્રમાણ વધારે હોય છે. તેનાથી લીવર પર વધારાનું દબાણ પડે છે. એનર્જી ડ્રિંક લીવર માટે કેમ ખતરનાક હોય છે, તે ગ્રાફિકમાં જુઓ- સવાલ- શું ખૂબ વધારે એનર્જી ડ્રિંક પીવાથી લીવરને નુકસાન પણ થઈ શકે છે? જવાબ- હા, ઘણી એનર્જી ડ્રિંક્સમાં નાયાસિન (વિટામિન B3)નું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તે લીવર પર ઝેરી અસર કરી શકે છે અને એક્યુટ હેપેટાઇટિસનું કારણ બની શકે છે. સવાલ- એનર્જી ડ્રિંકની કેટલી માત્રા સુરક્ષિત છે? જવાબ- એનર્જી ડ્રિંકની કોઈ પણ માત્રા સુરક્ષિત નથી. તેથી તેને પીવાનું ટાળવું જોઈએ. સવાલ- શું ખાલી પેટે એનર્જી ડ્રિંક પીવી વધુ નુકસાનકારક છે? જવાબ- હા, ખાલી પેટે એનર્જી ડ્રિંક પીવાથી કેટલાક લોકોમાં તેની આડઅસરો વધુ થઈ શકે છે. સવાલ- શું શુકર-ફ્રી એનર્જી ડ્રિંક લીવર માટે સુરક્ષિત છે? જવાબ- તેને લીવર માટે સંપૂર્ણપણે સુરક્ષિત માની શકાય નહીં. કેટલીક એનર્જી ડ્રિંક્સમાં વિટામિન B3 (નાયાસિન)નું પ્રમાણ વધારે હોય છે, જે લીવરને નુકસાન પહોંચાડી શકે છે. સવાલ- એનર્જી ડ્રિંકથી બીજી કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે? જવાબ- એનર્જી ડ્રિંકમાં રહેલું કેફીન અને ખાંડ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. ગ્રાફિકમાં જુઓ- સવાલ- લીવરને નુકસાન થવાનું શરૂ થાય ત્યારે શું કોઈ સંકેતો દેખાય છે? જવાબ- હા, લીવરને નુકસાન પહોંચે ત્યારે કેટલાક સંકેતો દેખાઈ શકે છે. ગ્રાફિકમાં બધા સંકેતો જુઓ- સવાલ- જો કોઈ વ્યક્તિ વધુ એનર્જી ડ્રિંક પીતું રહ્યું હોય, તો હવે તેને છોડવા માટે લીવરને સુરક્ષિત રાખવા શું કરવું જોઈએ? જવાબ- જો એનર્જી ડ્રિંક પીવાની આદત હોય, તો તેનું પ્રમાણ ધીમે-ધીમે ઘટાડો. અચાનક બંધ કરવાથી માથાનો દુખાવો, થાક, સુસ્તી અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થઈ શકે છે. લીવરને સુરક્ષિત રાખવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું, તે ગ્રાફિકમાં જુઓ- સવાલ- એનર્જી ડ્રિંકનો વધુ સારો હેલ્ધી વિકલ્પ શું છે? જવાબ- તેના માટે લીંબુ પાણી, નાળિયેર પાણી, છાશ, લસ્સી વધુ સારા વિકલ્પો છે. ગ્રાફિકમાં 10 સુરક્ષિત એનર્જી ડ્રિંક્સ જુઓ- આ ઉપરાંત જીવનશૈલીમાં આ ફેરફારો પણ એનર્જી લેવલ વધારે છે, જેમ કે-


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *