અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા શિવરંજની ચાર રસ્તા પાસે હાથ ધરાયેલા વાહન ચેકિંગ દરમિયાન કારના ડેશબોર્ડ પર પોલીસ અધિકારી જેવી થીમ ધરાવતી બનાવટી પ્લેટ લગાવી સરકારી અધિકારી તરીકેનો ડોળ કરનાર એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. નિર્ણયનગર વિસ્તારમાં રહેતા હિતેન્દ્ર વિઠ્ઠલ પંચાલ નામના આ શખ્સ સામે સેટેલાઈટ પોલીસે ખોટી ઓળખ ઊભી કરવા બદલ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ‘એન્ટી કરપ્શન ફોર ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર’ લખેલી પ્લેટ મળી
વાહન ચેકિંગ દરમિયાન અટકાવવામાં આવેલી કારના ડેશબોર્ડ પર પોલીસની નજર પડતાં ત્યાં પોલીસ અધિકારીની થીમ જેવી પ્લેટ મારેલી જોવા મળી હતી, જેના પર ‘એન્ટી કરપ્શન ફોર ડિસ્ટ્રિક્ટના ડાયરેક્ટર’ લખેલું હતું. કારચાલક હિતેન્દ્ર પંચાલની કડક પૂછપરછ કરવામાં આવતાં તે પોતે સરકારી અધિકારી હોવાનો રોફ બતાવી રહ્યો હતો. જોકે, પોલીસે કાયદેસરના આધાર-પુરાવા કે ઓળખપત્ર માંગતાં તેની પાસે કોઈ સત્તાવાર હોદ્દો કે કાગળો ન હોવાનું ખુલ્લું પડ્યું હતું. ઘરે બેઠા સીસીટીવી ફિટિંગનું કામ કરતો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હિતેન્દ્ર પંચાલ ઘરે રહીને સીસીટીવી કેમેરા લગાવવાનું કામ કરે છે. આમ છતાં, તેણે રોફ જમાવવા અથવા કોઈ ગેરકાયદેસર હેતુ સર કરવા માટે કારમાં પોલીસ વિભાગને મળતી આવતી થીમવાળી પ્લેટ લગાવી રાખી હતી. સેટેલાઈટ પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને હિતેન્દ્ર પંચાલ વિરુદ્ધ સરકારી અધિકારીનો ખોટો ડોળ રચવા અંગે ગુનો દાખલ કર્યો છે. આ પ્લેટ લગાવવા પાછળનો તેનો મુખ્ય ઈરાદો શું હતો અને તેણે અગાઉ કોઈની સાથે ઠગાઈ કે ગેરરીતિ કરી છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
એન્ટી કરપ્શનનો નકલી ડાયરેક્ટર ઝડપાયો:સીટીટીવીનું કામ કરતા યુવકે ગાડીમાં આગળ પ્લેટ લગાવી, સેટેલાઈટ પોલીસે પકડી પાડ્યો
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
