એન્ટી નાર્કોટિક્સ વિંગનો પ્રથમ કેસ:રાજકોટમાં ફ્રૂટના વેપારીને 5 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી રૂ.2.65 લાખનો મુદામાલ જપ્ત કર્યો

📅 Published: September 12, 2026 | 📂 Category: gujarati-news

રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સના દુષણને ડામવા માટે ખાસ એન્ટી નાર્કોટિક્સ વીંગની રચના કરવામાં આવી છે રાજકોટ શહેરમાં આ ટિમ દ્વારા પ્રથમ કેસ કરી ફ્રૂટના વેપારીને 5.241 કિલોગ્રામ ગાંજાના જથ્થા સહીત કુલ રૂ.2.65 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 5.241 કિલો ગાંજાના જથ્થા સાથે ધરપકડ રાજકોટ શહેર એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઇ બી.બી.જાડેજા ટિમ સાથે પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટના નાના મવા રોડ પર અર્જુન પાર્ક આવાસ યોજના ક્વાર્ટરમાં ગેઇટની અંદર આવેલ આંગણવાડી સામે એક શખ્સ ગાંજાના જથ્થા સાથે ઉભો છે જેથી તાત્કાલિક સ્થળ પર પહોંચી શંકાસ્પદ શખ્સને અટકાવી તેનું નામ પૂછતાં કૌશર સલીમભાઇ મેતર જણાવ્યું હતું જેની તલાસી લેતા તેની પાસેથી લીલા વનસ્પતિ જેવા પદાર્થ મળી આવતા FSL હાજરીમાં તપાસ કરાવતા ગાંજો હોવાનું સામે આવતા પોલીસે 5.241 કિલોગ્રામ ગાંજાનો જથ્થો તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 2.65 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહ હાથ ધરી હતી. પોલીસે ગાંજાના સપ્લાયર અંગે તપાસ હાથ ધરી પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી ફ્રૂટનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે અને તાજેતરમાં જ ગાંજાનો જથ્થો છૂટક વેચાણ શરૂ કરવા માટે લાવ્યો હોવાનું રટણ કર્યું હતું જો કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તેમજ અગાઉ કોઈ વખત લાવ્યો હતો કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *