એસ્ટેટ શાખા હવે એક્શનમાં આવશે:દિવાળી પૂરી, મનપા દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરશે

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગરના મુખ્ય માર્ગો, આંતરિક રસ્તા અને જાહેર સ્થળોએ લારી-ગલ્લાનાં દબાણ વધતાં ટ્રાફિક અને ગંદકીની સમસ્યા ગંભીર બની છે. દિવાળીના તહેવારો પૂર્ણ થતાં હવે મનપા દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ મોટા પાયે હાથ ધરવાની તૈયારી ચાલી રહી છે. ગાંધીનગરમાં દબાણનો પ્રશ્ન લાંબા સમયથી યથાવત્ છે. સરકારની ખુલ્લી જમીન ઉપરાંત મુખ્ય માર્ગોની બંને તરફ, આંતરિક રસ્તા અને જાહેર સ્થળોએ લારી-ગલ્લાનાં દબાણ ઊભાં થયાં છે. દિવાળી દરમિયાન રોજગારીને ધ્યાને રાખી મનપાએ દબાણ હટાવવાની કાર્યવાહી કરી નહોતી. જોકે, તહેવાર પૂર્ણ થયા બાદ પણ દબાણો યથાવત્ રહેતાં વધતી ગંદકી અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી મનપાની એસ્ટેટ શાખા આગામી દિવસોમાં મોટા પાયે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરશે. શરૂઆતમાં દબાણકર્તાને સ્થળ ખાલી કરવા તાકીદ કરાશે. તેમ છતાં જગા ખાલી નહીં કરે તો લારી-ગલ્લા સહિત સામાન જપતીની કાર્યવાહી હાથ ધરાશે. અગાઉ પણ વારંવાર દબાણ હટાવની ઝુંબેશ હાથ ધરાવા છતાં થોડા સમય બાદ ફરી એ જ સ્થળે દબાણ ઊભાં થઈ જતાં સમસ્યાનો કાયમી અંત આવ્યો નથી. જોકે દબાણ થાય જ નહીં તે માટેની યોજનાઓ અને વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા ગોઠવાય તેવી માગણી પણ થઈ રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *