ઓક્સફોર્ડ ઇંગ્લિશ સ્કૂલમાં નવરાત્રી પર્વનું આયોજન:પાટણની સીબીએસઈ સ્કૂલમાં 16 ઓક્ટોબરે રાસ-ગરબા યોજાયા

📅 Published: October 16, 2026 | 📂 Category: gujarati-news

પાટણની ઓક્સફોર્ડ ઇંગ્લિશ સ્કૂલમાં આસો સુદ છઠ, ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ નવરાત્રી પર્વ નિમિત્તે રાસ-ગરબાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત ભગવતી અંબિકાની મહાઆરતીથી થઈ. મહાઆરતીમાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ મંડળ હાજર રહ્યા હતા. ત્યારબાદ ડી. ફોર વે સાઉન્ડ સાથે રાસ-ગરબા શરૂ થયા. સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને સ્કૂલના મેદાનમાં ગરબા રમ્યા હતા. આચાર્ય ડૉ. વિની નાયર, કો-ઓર્ડિનેટર શિલ્પી કથરિયા, ટ્રસ્ટી શાંતિભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ, જગદીશભાઈ ખમાર, પૂનમબેન કથરિયા, હર્ષદ પટેલ અને હાર્દિક સ્વામીએ સૌને વિજયાદશમી પર્વની શુભેચ્છા પાઠવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *