ઓઢવ વિસ્તારમાં બનવા પામેલી એક ગંભીર ઘટનામાં, માનસિક ત્રાસથી કંટાળીને ઈન્કમ ટેક્સ વિભાગમાં નોકરી કરતી જયાબેન સોલંકીએ વર્ષ 2022માં આપઘાત કર્યો હતો. આ અંગે ઓઢવ પોલીસે પતિ ચિરાગ બાબુભાઈ શાહ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. હાલ આ કેસ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે અને પતિ જામીન પર મુક્ત થયેલો છે. મૃતકના માતા શીલાબેને જમાઈ સામે ફરિયાદ નોંધાવી
જયાબેને લગ્ન પહેલાંથી જ પોતાની બચતમાંથી એંજલ વનમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું, જેમાં અલગ-અલગ કંપનીના શેર તથા SIP હતા. આ ખાતામાં કોઈ નોમિની ન હતું, જ્યારે તેમના SBI બેંક ખાતામાં તેમના માતા શીલાબેન નોમિની હતા.જામીન પર મુક્ત થયેલા પતિ ચિરાગે પત્નીના મૃત્યુ બાદ ગેરકાયદેસર રીતે તેમનું જૂનું સીમકાર્ડ પોતાના નામે કરાવી લીધું હતું. ત્યારબાદ માર્ચથી એપ્રિલ 2026 દરમિયાન ડીમેટ એકાઉન્ટનો ઉપયોગ કરીને સાચા હકદારોની જાણ બહાર રૂ. 3.70 લાખના શેર અને SIP પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ બાબતની જાણ થતાં મૃતકના માતા શીલાબેને ઓઢવ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ એક ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઓઢવમાં મૃતક પત્નીનું સીમકાર્ડ મેળવી ₹ 3.70 લાખ પચાવી પાડ્યા:ઓઢવ પોલીસે દુષ્પ્રેરણા કેસમાં જામીન પર છૂટેલા પતિ વિરુદ્ધ બીજો ગુનો નોંધ્યો
📅 Published: October 17, 2026 |
📂 Category: gujarati-news
