ઓલિમ્પિક્સના સપના વચ્ચે નિકોલ રમત કેન્દ્ર કચરાનું ધામ બન્યું

📅 Published: September 7, 2026 | 📂 Category: gujarati-news

જ્યારે આખું દેશ ઓલિમ્પિકમાં મેડલ લાવવાના સપના જોઈ રહ્યું છે અને રાજ્ય સરકાર તરફ ખેલો ગુજરાત અને ભવ્ય ઓલિમ્પિક્સના સપના બતાવી રહી છે, ત્યારે અમદાવાદનું નિકોલ રમત પ્રશિક્ષણ કેન્દ્ર તંત્રની ઘોર લાપરવાહીનું જીવતું-જાગતું ઉદાહરણ બની ગયું છે. બોર્ડ પર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતનું નામ મોટા અક્ષરે ચમકે છે, પરંતુ અંદર તાલીમના નામે મીંડું છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી અદ્યતન ક્લાઈમ્બિંગ વોલ અને મોંઘા સાધનો સડી રહ્યા છે. મેદાનમાં રમતવીરોને બદલે બાવળ, ઘાસ અને ખાબોચિયાં સામ્રાજ્ય જમાવીને બેઠા છે. નિયુક્ત કોચ મેદાન પર પરસેવો પાડવાને બદલે એસી ચેમ્બરમાં આરામ ફરમાવે છે. આ રમત પ્રશિક્ષણ કેન્દ્ર છે કે સરકારી નાણાં અને ખેલાડીઓનાભવિષ્યનો બગાડ તે સ્થાનિકો અને ખેલાડીઓ સવાલ કરી રહ્યા છે.

મહત્વનું છે કે આ મેદાન જ્યારથી તૈયાર થયુ ત્યારથી અહીં વ્યવસ્થા, કોચ અને અનેક એક્ટિવિટીને લઈને લોકોએ સરકારને પત્રો લખ્યા છે પરંતુ સરકારને જમીની હકીકત કરતા માત્ર બેનરોમાં ખેલે ગુજરાત દેખાય છે તેમાં જ રસ હોવાનું સામે આવી રહ્યું છે. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ્ ગુજરાત હસ્તક આવતા આ કોમ્પ્લેક્સમાં કરોડો રૂપિયાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધૂળ ખાઈ રહ્યું છે અને ખેલાડીઓ તાલીમ વિના વંચિત રહી રહ્યા છે. લોકોની માંગ છે કે અહીં તમામ પ્રકારની તાલીમ શરુ કરવામાં આવે. મહત્વનું છે કે સ્પોર્ટસ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા તૈયાર કરાયેલા નિકોલ રમત ગમત સંકુલનો મુખ્ય હેતુ આ સંકુલમાં પ્રશિક્ષણ આપવાનું પણ છે પરંતુ અહીં માત્ર ગણતરીને ગેમ્સનું પ્રોત્સાહન આપવામાં આવે છે. બાકી દિવસભર આ સંકુલ ખાલી પડયું રહે છે તેમજ આ સંકુલમાં આવેલા મોટા મેદાનમાં ઘાસ ઉગી નિકળ્યું છે છતાં ઓથોરેટી દ્વારા મેદાનને સાફ કરવામાં આવતુ નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *