મહેસાણા LCB અને કડી પોલીસે બાતમીના આધારે સંયુક્ત દરોડો પાડીને કડી તાલુકાના બલાસર ગામના જવાનપુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આરોપી ઠાકોર ભગવાનજી ઉર્ફે ભગાજી રામાજીના ઘરની પાછળ જમીનમાં દાટેલા પીપમાંથી ₹3.90 લાખની કિંમતનો વોશ કબ્જે કરવામાં આવ્યો છે. જમીનમાં દાટેલા 78 પીપમાંથી વોશ મળ્યો
મહેસાણા એલ.સી.બી. ઇન્સ્પેક્ટરને મળેલી ચોક્કસ બાતમીના આધારે PSI એસ.વી. પઢારીયા, ASI નરેન્દ્રસિંહ અને ટીમ દ્વારા પંચોની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપીના ઘરની પાછળ જમીનમાં છુપાવીને રાખેલા 78 નંગ પીપમાંથી કુલ 15,600 લીટર દેશી દારૂ બનાવવાનો ગેરકાયદેસર વોશ મળી આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી
પોલીસે ₹3,90,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી ઠાકોર ભગવાનજી ઉર્ફે ભગાજી રામાજી સામે કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એફ) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કડીના બલાસરમાં LCBની અડ્ડા પર રેડ:જમીનમાં દાટેલા 78 પીપમાંથી 15,600 લીટર દેશી દારૂનો વોશ ઝડપાયો
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
