કડી વિસ્તારમાં જુગાર અને પ્રોહિબિશન જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અનુસાર કડી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત કડી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એસ. રબારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI આર.આર. પરમાર અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ ટીમને ખાનગી રાહે મજબૂત બાતમી મળી હતી કે, કડી સિટીપાર્ક સોસાયટી પાસે આવેલા સિટીપાર્ક શોપિંગ સેન્ટર-2 ની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી પોતાના અંગત આર્થિક ફાયદા માટે ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમની આધારે રેડ, 10 જુગારી ઝડપાયા
આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને સ્થળ પર સરપ્રાઈઝ રેડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ગંજીપાના વડે જુગાર રમતા 10 જુગારીયાઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી ₹ 1.32 લાખ અને દાવ પરથી મળી આવેલ ₹ 13,200 એમ કુલ મળીને ₹ 1,45,200ની રોકડ રકમ તેમજ ગંજીપાના જપ્ત કર્યા છે. આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો
પકડાયેલા આરોપીઓમાં વિનોદ ઉર્ફે વિનુજી ઠાકોર, ગનીભાઈ કલાલ, દિલાવરખાન પઠાણ, બીરેનકુમાર પટેલ, અનિલકુમાર પટેલ, લતેશ પટેલ, પ્રકાશભાઈ પટેલ, નરેન્દ્રકુમાર પટેલ, ફકીરમંહમદ કલાલ અને તૌફીક જુનેજાનો સમાવેશ થાય છે. કડી પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કડીના સિટીપાર્ક શોપિંગ સેન્ટરમાં જુગારધામનો પર્દાફાશ:10 શખસ જુગાર રમતા ઝડપાયા, 1.45 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત
📅 Published: August 19, 2026 |
📂 Category: gujarati-news
