સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર જે.કે. જાદવે રાત્રિના સમયે શહેરની સ્વચ્છતા વ્યવસ્થાની સમીક્ષા કરવા ફિલ્ડ વિઝિટ કરી હતી. આ મુલાકાત ટાવર મેઈન રોડથી મેઈન માર્કેટ સુધીના વિસ્તારોમાં કરવામાં આવી હતી, જેથી સ્વચ્છતાને વધુ અસરકારક બનાવી શકાય. કમિશનરે ટાવર મેઈન રોડ, મેઈન માર્કેટ વિસ્તાર, શાકભાજીની લારીઓ અને ખાણી-પીણીની લારીઓ આવેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે રાત્રિના સમયે ઉભી થતી સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓનું સ્થળ પર અવલોકન કર્યું. ખાણી-પીણીની લારીઓ દ્વારા થતા કચરાનો યોગ્ય નિકાલ થાય અને જાહેર રસ્તા પર કચરો ન ફેલાય તે માટે સંચાલકોને સૂચનાઓ અપાઈ હતી. સંબંધિત અધિકારીઓને પણ સ્વચ્છતાની સતત દેખરેખ રાખવા અને કાર્યવાહી કરવા આદેશ અપાયા. જાહેર સ્થળોએ કચરો ફેલાવનાર સામે દંડનીય કાર્યવાહી કરવા કમિશનરે સ્પષ્ટ સૂચના આપી હતી. મહાનગરપાલિકા આગામી દિવસોમાં પણ આવા વિસ્તારોમાં નિયમિત ચેકિંગ અને ફિલ્ડ વિઝિટ કરશે, જેથી શહેર સ્વચ્છ અને સુઘડ રહે.
કમિશનર જે.કે. જાદવે રાત્રે શહેરની સ્વચ્છતા તપાસી:ટાવર મેઈન રોડથી મેઈન માર્કેટ સુધી નિરીક્ષણ કર્યું, કચરો ફેલાવનાર સામે કાર્યવાહીના આદેશ
📅 Published: September 26, 2026 |
📂 Category: gujarati-news
