બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયે પોતાના દેશના ગુલામીના ઇતિહાસ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે ગુલામોના વેપારમાં બ્રિટનની ભૂમિકા ઇતિહાસનો શરમજનક હિસ્સો છે. તેને યાદ કરીને તેમનું હૃદય કંપી ઊઠે છે અને તેમને ઊંડું દુઃખ થાય છે. ચાર્લ્સે મંગળવારે એન્ટિગુઆ અને બાર્બુડામાં કોમનવેલ્થ દેશોના નેતાઓની બેઠકની શરૂઆત કરતા આ વાત કહી. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે કેરિબિયન દેશો બ્રિટન પાસે ગુલામી માટે માફી અને વળતરની માગ કરી રહ્યા છે. ચાર્લ્સ બોલ્યા- ઇતિહાસ બદલી શકતા નથી, તેમાંથી શીખી શકીએ છીએ કિંગ ચાર્લ્સે કહ્યું કે ગુલામીનો ઇતિહાસ આજે પણ કેરેબિયન દેશો અને કોમનવેલ્થના અન્ય સભ્યોને અસર કરી રહ્યો છે. તેમણે કહ્યું કે ઇતિહાસમાં પૂર્વજોનાં સારા કાર્યો પણ છે અને ભૂલો પણ. તેઓએ કરેલાં કાર્યોને આપણે બદલી શકતા નથી, પરંતુ તેમની પાસેથી શીખી જરૂર શકીએ છીએ. તેમણે કહ્યું કે અન્યાય સામે હિંમત અને મજબૂત ઇરાદા સાથે લડી શકાય છે. ચાર્લ્સે ગુલામોના વેપારને નાબૂદ કરવામાં બ્રિટિશ રોયલ નેવીની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો. કેરેબિયન દેશો બ્રિટન પાસે માફી અને વળતર માંગી રહ્યા છે કેરેબિયન દેશોનું કહેવું છે કે ગુલામી દરમિયાન તેમના લોકો અને અર્થતંત્રને ભારે નુકસાન થયું હતું. તેથી બ્રિટને પોતાની ભૂમિકા માટે માફી માંગવી જોઈએ અને વળતર આપવું જોઈએ. બ્રિટિશ વડાપ્રધાન એન્ડી બર્નહામે પણ કહ્યું છે કે સરકાર કોમનવેલ્થ દેશો પાસે ઔપચારિક માફી માંગવાના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે. જોકે, બકિંગહામ પેલેસે સ્પષ્ટ કર્યું છે કે વળતર આપવાનો નિર્ણય કિંગ કરી શકતા નથી. આ બ્રિટિશ સરકારનો મામલો છે. 1500થી 1800 વચ્ચે બ્રિટને આફ્રિકાના લોકોને ગુલામ બનાવીને પોતાના વસાહતી પ્રદેશોમાં મોકલ્યા. બ્રિટિશ સંસદે પણ આ વેપારને પ્રોત્સાહન આપવા માટે અનેક કાયદા બનાવ્યા. બ્રિટને 32 લાખ આફ્રિકન લોકોને ગુલામ બનાવ્યા વળતરને બદલે દેવામાં રાહત આપવાની તૈયારી બ્રિટિશ સરકાર કોમનવેલ્થ દેશો માટે ‘ડેટ રીસેટ’ યોજના લાવવાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત તે દેશોને દેવા પર વધતા વ્યાજમાંથી રાહત આપવાની વાત છે. ગુલામી માટે માફી અને વળતરની માગ વચ્ચે તેને બ્રિટનના એક વૈકલ્પિક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. કોમનવેલ્થ દેશોની આ બેઠક દર બે વર્ષે યોજાય છે. તેમાં સંગઠનના 56 સભ્ય દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ સામેલ થાય છે.
કિંગ ચાર્લ્સે ગુલામીના ઇતિહાસને શરમજનક ગણાવ્યો:કહ્યું- યાદ કરીને ડર લાગે છે, દુઃખ થાય છે; કેરિબિયન દેશો માફી-વળતર માંગી રહ્યા છે
📅 Published: November 4, 2026 |
📂 Category: International
