ગુજરાતમાં નવરાત્રિ 2026નો ધીમેધીમે માહોલ જામી રહ્યો છે. આ વર્ષે ઘણા જાણીતા સિંગર પરફોર્મ કરી ખેલૈયાઓનો ડોલાવવા તૈયાર થઈ ગયા છે. ખાસ કરીને અમદાવાદમાં આદિત્ય ગઢવી, દિવ્યા ચૌધરી, જિગ્નેશ કવિરાજ, હાર્દિક દવે, ઈશાની દવે સહિતના અનેક સિંગર અમદાવાદમાં નવરાત્રિ કરવા આવવાના છે, ત્યારે આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓને નવું શું જોવા મળશે અને કયા સિંગર કયા વેન્યૂ પર આવશે તેને લઈને હાર્દિક દવે સાથે વાતચીત કરી હતી. નવરાત્રિના અસલ અર્થ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ: હાર્દિક દવે
આ અંગે સિંગર હાર્દિક દવેએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 3-4 વર્ષથી ઘણી બધી વસ્તુઓ બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાંનો એક પ્રયત્ન છે આપણી ડિક્ષનરી, આપણો શબ્દકોશ. જેમ કે, અમે વેન્યૂ નથી કહેતા, ગરબી ચોક કહીએ છીએ. સશક્ત નવરાત્રિ એ એક એવો પ્રયત્ન છે કે જેમાં નવરાત્રિના અસલ અર્થ સુધી પહોંચવાનો એક સભાન પ્રયત્ન અમે કરીએ છીએ. ‘દર વર્ષે 70% નવાં જ લોકગીતો કમ્પોઝ કરતા હોઈએ’
અમે દર વર્ષે અલગ-અલગ નવા નવા ગરબા લાવતા હોઈએ છીએ. અમારું એવું માનવું છે કે ક્રિએટિવિટી છે એ દર વર્ષે થવી જોઈએ. દર વર્ષે નવું આવવું જોઈએ. દર વર્ષે 60થી 70% નવાં જ લોકગીતો કમ્પોઝ કરતા હોઈએ. એમાં માતાજીના શબ્દો લખીને ગાતા હોઈએ. ‘સોલા ભાગવત ખાતે અમારી નવરાત્રિ કરી રહ્યા છીએ’
અત્યારે એક ગરબો એવો છે કે જે નવું કમ્પોઝિશન છે. ‘સોળ સજીને માઁ… દિવા બાળીને માઁ… તમે… આવો અંબે માળી, મઢી આવો બિરદાળી માઁ… આવો બિરદાળી, મઢી આવો બિરદાળી માઁ… રમવા આવો માડી, રમવા આવો…’ આ એક ટ્રેન્ડિંગ છે. આ વર્ષે અમારી નવરાત્રિ સોલા ભાગવતની જગ્યામાં થઈ રહી છે. ‘નવરાત્રિની તૈયારી અમારી આખા વર્ષની હોય છે’
અમારું ગ્રુપ ખૂબ મોટું છે તો કદાચ થોડાક સમયમાં જગ્યા પણ ચેન્જ થવાની શક્યતા છે, પરંતુ હમણાં તો આ જગ્યા ફિક્સ છે. કદાચ અડધો કે એક ટકો શક્યતા એવી છે. અમે હજુ ડિસાઈડ કરવામાં એક-બે દિવસ સમય વધારે લેવાના છીએ. નવરાત્રિને આડે હવે એક મહિનો જ બાકી છે, ત્યારે નવરાત્રિની તૈયારી આમ તો આખા વર્ષ દરમિયાન અમે બધા મળતા હોઇએ છીએ એટલે અમારી તૈયારી આખા વર્ષની હોય છે. ‘એક મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરતા હોઈએ છીએ’
તમને જાણીને નવાઈ લાગશે કે, નવરાત્રિના નવ દિવસ પહેલાંના જે દિવસો છે આખો મહિનો. અમે ત્યારથી જ તૈયારીની શરૂઆત કરતા હોઈએ છીએ. અત્યારમાં રોજ મળીએ છીએ. રીડિંગ કરીએ છીએ. માતાજી ઉપરની બુક્સ વાંચીએ છીએ. મેડિટેશન કરીએ છીએ. બધા અલગ અલગ સેશન્સ કરતા હોય છે. નવે-નવ દિવસ લોકગીતો અને ટ્રેન્ડિંગ ગીતોની રમઝટ બોલાવીશું: અપેક્ષા પંડ્યા
સિંગર અપેક્ષા પંડ્યા સુરતના ખેલૈયાઓ અને ગરબા રસિકોને વર્ષ 2026ની નવરાત્રિ માટે ભાવભર્યું આમંત્રણ આપતા જણાવે છે કે, આ વર્ષે સૂર તાલ ને સંગ રાસરંગ નવરાત્રિ 2.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવે-નવ દિવસ પ્રાચીન-અર્વાચીન ગરબા, નવા દેશી લોકગીતો અને ટ્રેન્ડિંગ ગીતોની રમઝટ બોલાવવામાં આવશે. આ ઉત્સવ મોટા વરાછા ન્યૂ આઉટર રિંગ રોડ સ્થિત અયોધ્યા એસી બેન્કવેટ ડોમ ખાતે યોજાશે. ખૂબ વધારે એનર્જી અને ઢોલના તાલે ધમાલ જોવા મળશે: પૂર્વા મંત્રી
જાણીતા સિંગર ફાલ્ગુની પાઠક આઠ વર્ષ બાદ સુરતમાં નવરાત્રિ કરવા આવી રહ્યા છે. 22 ઓક્ટોબરે યશ્વી નવરાત્રિમાં સુરતીઓને ગરબે ગુમાવશે. આ વર્ષે પૂર્વા મંત્રી સુરતમાં આયોજિત સૌથી મોટી નવરાત્રિ યશ્વી નવરાત્રિ 3.0માં પરફોર્મ કરવા આવી રહ્યા છે. તેઓ ઉત્સાહપૂર્વક કહે છે કે, આ ઈવેન્ટમાં પરંપરાગત રંગ, ખૂબ વધારે એનર્જી અને ઢોલના તાલે ધમાલ જોવા મળશે.
કિંજલ દવે મુંબઈમાં તો એશ્વર્યા અમદાવાદમાં ખેલૈયાઓને ડોલાવશે:આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી આ વખતે ક્યાં રમઝટ બોલાવશે? જાણો કયા સિંગર ક્યાં પરફોર્મ કરશે
📅 Published: September 19, 2026 |
📂 Category: gujarati-news
