કોંગ્રેસે ચૂંટણી પંચ પર કબજા અને વોટચોરીના ષડયંત્રનો આરોપ લગાવ્યો:જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા અને તેમના નિર્ણયોની સમીક્ષા કરવાની માંગ

📅 Published: September 28, 2026 | 📂 Category: gujarati-news

કોંગ્રેસ પક્ષ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જિલ્લા પ્રમુખ પુંજાભાઈ વંશની આગેવાનીમાં યોજાશે.તેમણે ચૂંટણી પંચ પર સંસ્થાકીય કબજા અને લોકશાહી ખતમ કરવાના વોટચોરીના ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ કરી છે. તેમના કાર્યકાળમાં લેવાયેલા નિર્ણયોની સમીક્ષા અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે.આ ધરણા-વિરોધ પ્રદર્શન 28 સપ્ટેમ્બર 2026, સોમવારે સવારે 10:30 કલાકે યોજાશે. સ્થળ વેરાવળ તાલુકાના ઈણાજ ગામમાં જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી સામે રહેશે. આ કાર્યક્રમમાં સ્થાનિક વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, શહેર-જિલ્લા-તાલુકાના પ્રમુખો અને હોદ્દેદારોને મોટી સંખ્યામાં હાજર રહેવા વિનંતી કરાઈ છે. વિવિધ ફ્રન્ટલના પ્રમુખો, હોદ્દેદારો, ચૂંટણી લડેલા ઉમેદવારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *