કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સામે ઉત્તરાખંડના હલ્દવાનીમાં જાતિ વિરોધી ટિપ્પણી અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઈને યુથ કોંગ્રેસ અને NSUIએ આશ્રમ રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બંધારણના પુસ્તક સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પોસ્ટર લઈ રસ્તો બ્લોક કરી ભાજપ હાય… હાય…ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી છે. રાહુલ ગાંધીના ભાજપ-RRS પર આક્ષેપો
ઉત્તરાખંડના હલ્દવાની સ્થિતિ રામલીલા મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ અલ્લિકાર્જૂન ખડગેની એક જાહેર સભા યોજાઈ હતી. આ સભા બાદ તે મેદાન પર સફાઈ અભિયાન અને ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ યજ્ઞ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ આ શુદ્ધિકરણને મલ્લિકાર્જૂન ખડગેની દલિત જાતિ સાથે જોડી દીધું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ખડગે દલિત હોવાને કારણે ભાજપ-આરએસએસની માનસિકતા હેઠળ આ શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. ફરિયાદ રદની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી
ત્યારબાદ રાહુલ ગાંધીએ ધાર્મિક કાર્યક્રમને રાજકીયરંગ આપ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરી રાહુલ ગાંધી સામેની ફરિયાદ પરત લેવા માંગ કરવામાં આવી છે. ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધવાની પણ માંગ કરી છે. જો રાહુલ ગાંધી સામે ફરિયાદ રદ નહીં થાય તો આગામી સમગ્ર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ભાજપના નેતાઓને બદલે રાહુલ ગાંધી પર કાર્યવાહી: પ્રવિણસિંહ વણોલ
યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ પર કાર્યવાહી કરવાના બદલે રાહુલ ગાંધી પર કાર્યવાહી કરવામાં આવે છે. રાહુલ ગાંધી સામેની ફરિયાદ કરવામાં પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. ‘આ સંવિધાનના લીધે જ તમને નોકરી મળી છે’
આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સંવિધાન છે તો આપડે બધા છીએ જેથી તેનું પાલન કરો. દલિત સમાજને ન્યાય આપીને રાહુલ ગાંધી સામે જે ફરિયાદ કરવામાં આવી છે તે પરત લેવામાં આવે તેવી માંગ કરીએ છીએ. જેથી સમાન અધિકાર છે તે દરેક નાગરિકને મળે.
કોંગ્રેસ કાર્યકરો અમદાવાદમાં રસ્તા પર ઉતર્યા, પોલીસ દોડતી થઈ:રાહુલ ગાંધી સામે FIR વિરુદ્ધમાં પ્રદર્શન, બંધારણના પુસ્તક સાથે નારા લગાવ્યા, પોલીસે ટીંગાટોળી કરી
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
