કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા વિશે જાહેરમાં હલકી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો તેની સામે ગુજરાત ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દેવેએ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના પ્રમુખની આ ટિપ્પણીની ઘોર નિંદા કરું છું. અગાઉ વડાપ્રધાનના માતા અને હવે તેમના પિતા વિશેની ટિપ્પણી કોંગ્રેસની હલકી માનસિકતા અને ઓછી રાજનીતિનું ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ જનતાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે કોંગ્રેસની હલકી રાજનીતિ જનતા ક્યારેય નહીં સ્વીકારે. અભદ્ર ટિપ્પણીની કડક શબ્દોમાં ઘોર નિંદા કરી
પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દેવેએ કોંગ્રેસના પ્રમુખ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પિતા વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીની કડક શબ્દોમાં ઘોર નિંદા કરી છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે અગાઉ પીએમ મોદીના સ્વર્ગીય માતા વિશે ટિપ્પણી કરી હતી અને હવે પટનામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તેમના પિતા વિશે ટિપ્પણી કરી છે. જે હલકી માનસિકતા અને બીજી કક્ષાની રાજનીતિનું ઉદાહરણ છે. ‘કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ જીતી શકે તેવી સ્થિતિમાં નથી’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ કોઈપણ પ્રકારે કે કોઈપણ રીતે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી સામે જીતી શકે તેમ નથી. આ ઉપરાંત પ્રજાનો વિશ્વાસ જીતી શકે તેવી સ્થિતિમાં નથી. જનતા પીએમ મોદીને ખૂબ પ્રેમ અને આદર આપે છે અને તેથી જ તેમને વારંવાર શાસન સોંપે છે. આ હકીકત સ્વીકારી ન શકવાના કારણે જ કોંગ્રેસ આવા નીચી કક્ષાના શબ્દોનો ઉપયોગ કરીને હલકી રાજનીતિ કરી રહી છે. જેને જનતા ક્યારેય સ્વીકારશે નહીં.
'કોંગ્રેસ પ્રમુખની PMના પિતા અંગેની ટિપ્પણી હલકી રાજનીતિ':રાજકોટમાં ગુજરાત ભાજપના મહામંત્રીએ કહ્યું – જનતાનો વિશ્વાસ જીતવામાં કોંગ્રેસ નિષ્ફળ
📅 Published: October 26, 2026 |
📂 Category: gujarati-news
