ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વડોદરામાં મોટાપાયે દારૂનો નાશ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા 31 લાખના વિદેશી દારૂના જથ્થાનો કોયલી ચેકપોસ્ટ પાસે નાશ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જપ્ત કરાયેલી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઝોન-2 ડીસીપી મંજિતા વણઝારાની સીધી દેખરેખ હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં સંબંધિત પોલીસ સ્ટેશનોના એસીપી, પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. દારૂના નાશની સમગ્ર પ્રક્રિયા દરમિયાન નશામુક્ત ટીમ, ફાયર બ્રિગેડ વિભાગ તેમજ કલેક્ટર કચેરીના જવાબદાર અધિકારીઓની હાજરીમાં કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. 31.87 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો
DCP ઝોન 2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, વડોદરા સિટી પોલીસના ઝોન-2 વિસ્તાર હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂના મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો છે. આમાં કુલ ₹31,87,888 ની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ છે, જેના નાશની કામગીરી ચાલુ છે. આ કામગીરી નશાબંધી વિભાગ, ફાયર બ્રિગેડ અને કલેક્ટર કચેરી તરફથી એસ.ડી.એમ.ની રૂબરૂ ઉપસ્થિતિમાં પંચનામું કરીને હાથ ધરવામાં આવી હતી.
કોયલી ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું:ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વડોદરામાં 31 લાખના દારૂનો નાશ
📅 Published: August 29, 2026 |
📂 Category: gujarati-news
