કોરોનામાં 5 બાળાઓથી શરૂ થયેલી ગરબી:ઓસવાળ-4, શેરી નંબર-2 માં 36 બાળાઓ અને 20થી વધુ બાળકોનું આકર્ષણનું કેન્દ્ર બની

📅 Published: October 18, 2026 | 📂 Category: gujarati-news

ઓસવાળ-4, શેરી નંબર-2 માં ‘માં ઉમા ખોડલ ગરબી મંડળ’ દ્વારા નવરાત્રિ નિમિત્તે બાળાઓ અને બાળકો માટે ગરબીનું આયોજન કરાયું છે. આયોજક વસંતભાઈ ફૌજી કાનાણીએ જણાવ્યું કે, કોરોનામાં પાંચ બાળાઓથી શરૂ થયેલી આ ગરબીમાં આજે 36 બાળાઓ અને 20થી વધુ બાળકો ગરબે ઘૂમી રહ્યા છે. શિક્ષણને ધ્યાનમાં રાખી ગરબીનો સમય રાત્રે 9થી 11:30 વાગ્યા સુધીનો રખાયો છે, જેથી અભ્યાસ પર અસર ન થાય. મંડળને લોકો અને સ્વયંસેવકોનો સહયોગ મળે છે. લોકો દરરોજ બાળકો માટે લાણી, પ્રસાદ અને નાસ્તાની વ્યવસ્થા કરે છે. ઘણીવાર આયોજકોને એક દિવસ પછી આવવા પણ કહેવું પડે છે. આ ગરબીથી વાલીઓ ખુશ છે. બાળકોને ગરબે રમવા બહાર જવું પડતું નથી. તેઓ સુરક્ષિત વાતાવરણમાં નવરાત્રિ ઉજવી શકે છે. આ આયોજન બાળકોમાં સંસ્કાર, સંસ્કૃતિ અને એકતાની ભાવના વિકસાવવાનું માધ્યમ બન્યું છે. લોકોના સહયોગથી આ ગરબી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *