અમેરિકન કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને માત્ર 6 દિવસ બાદ જ પલટી દીધો. તેમણે 18 સપ્ટેમ્બરે CNN, MS NOW અને પોલિટિકોને વ્હાઇટ હાઉસમાંથી પ્રતિબંધિત કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પના નિર્ણય પર 14 દિવસ માટે અસ્થાયી રોક લગાવતા અમેરિકન ફેડરલ જજ ટિમોથી કેલીએ કહ્યું કે મીડિયા પર લગાવવામાં આવેલો પ્રતિબંધ અમેરિકન બંધારણ વિરુદ્ધ હોઈ શકે છે. ત્રણેય મીડિયા સંસ્થાનોએ ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરી હતી. હવે આ ત્રણેય મીડિયા સંસ્થાનના પત્રકારોને ફરીથી વ્હાઇટ હાઉસમાં પ્રવેશ મળી શકશે. મીડિયા સંસ્થાઓએ કહ્યું- બેન પહેલાં પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળી નહોતી ત્રણેય મીડિયા સંસ્થાઓએ કહ્યું હતું કે એન્ટ્રી ઍક્સેસ હટાવતા પહેલાં તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ આપવામાં આવી નહોતી. ટ્રમ્પની જાહેરાત બાદ જ્યારે CNNના પત્રકારો વ્હાઇટ હાઉસ પહોંચ્યા ત્યારે તેમનો મીડિયા પાસ કામ કરી રહ્યો નહોતો. CNN, MS NOW અને પોલિટિકોએ કોર્ટમાં કહ્યું હતું કે ટ્રમ્પનો બેન લગાવવાનો નિર્ણય તેમના ફર્સ્ટ અમેન્ડમેન્ટના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અમેરિકન બંધારણનું ફર્સ્ટ અમેન્ડમેન્ટ અભિવ્યક્તિ અને પ્રેસની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. મીડિયા સંસ્થાઓ પર ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ નિર્ણયના બચાવમાં ટ્રમ્પ વહીવટીતંત્રે કોર્ટમાં રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપ્યો હતો. તેનું કહેવું હતું કે CNN, MS NOW અને પોલિટિકોની કેટલીક ખબરોમાં ખોટી માહિતી સાથે સંવેદનશીલ અને ગુપ્ત માહિતી પણ લીક થઈ હતી. વહીવટીતંત્રે CNNના વ્હાઇટ હાઉસની નીચે આવેલા બંકર સાથે જોડાયેલા અહેવાલ, MS NOWના ઈરાન યુદ્ધમાં અમેરિકન હથિયારોની અછત અંગેના અહેવાલ અને પોલિટિકોના વ્હાઇટ હાઉસના બૉલરૂમના ભંડોળ સાથે જોડાયેલા અહેવાલનું ઉદાહરણ આપ્યું હતું. ટ્રમ્પ અગાઉ પણ મીડિયા પર સવાલ ઉઠાવતા રહ્યા છે ટ્રમ્પ 2016થી CNNના રિપોર્ટિંગને સતત ‘ફેક ન્યૂઝ’ કહેતા આવ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન અગાઉ પણ CNNના પત્રકારોનો વ્હાઇટ હાઉસ પાસ રોકી દેવામાં આવ્યો હતો. ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઇમ્સ અને વોલ સ્ટ્રીટ જર્નલ જેવા મોટા અખબારો પર પણ તેમની વિરુદ્ધ પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ મીડિયા સંસ્થાઓના રિપોર્ટિંગ પર જાહેરમાં સવાલો ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે આ સંસ્થાઓ ખોટી મનોવૃત્તિથી તેમની વિરુદ્ધ સમાચાર પ્રકાશિત કરે છે. વ્હાઇટ હાઉસે ટ્રમ્પ ટીવી શરૂ કર્યું CNN, MS NOW અને પૉલિટિકોના પત્રકારો પર પ્રતિબંધ મૂકાયા બાદ અમેરિકાની મોટી ટીવી ચેનલોએ ટ્રમ્પના કાર્યક્રમોનું સંયુક્ત લાઇવ કવરેજ બંધ કરી દીધું હતું. આ પછી વ્હાઇટ હાઉસે પોતાની ઑનલાઇન વીડિયો ફીડ શરૂ કરી, જેનું નામ ‘ટ્રમ્પ ટીવી’ રાખવામાં આવ્યું હતું। ——————— આ સમાચાર પણ વાંચો… ટ્રમ્પ સાથેના વિવાદ વચ્ચે મેલોની UN મહાસભામાં નહીં જાય:કહ્યું- વ્યસ્ત છું; 15 વર્ષમાં પહેલીવાર ઇટાલીના PM નહીં પહોંચે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સામેલ નહીં થાય. તેમણે તેનું કારણ વ્યસ્ત કાર્યક્રમ જણાવ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો
કોર્ટે ટ્રમ્પનો નિર્ણય 6 દિવસ બાદ જ પલટી નાખ્યો:CNN સહિત 3 મીડિયા હાઉસના વ્હાઇટ હાઉસમાં પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવાયો
📅 Published: September 24, 2026 |
📂 Category: International
