કોર્ટે 7 વિદેશીઓને US-યુક્રેન જવાની મંજુરી આપી:તેમના પર મ્યાનમારમાં ઉગ્રવાદીઓને ટ્રંનિંગ આપવાનો આરોપ, NIAએ માર્ચમાં પકડ્યા હતા

📅 Published: September 25, 2026 | 📂 Category: International

દિલ્હીની એક વિશેષ કોર્ટે ગુરુવારે 7 વિદેશી આરોપીઓને પરિવારને મળવા માટે વિદેશ જવાની મંજુરી આપી. તેમાં અમેરિકન નાગરિક મેથ્યુ એરોન વેન્ડાઇક અને 6 યુક્રેનિયન નાગરિકો સામેલ છે. NIA કોર્ટે તમામ આરોપીઓને મહત્તમ એક મહિના માટે અમેરિકા અને યુક્રેન જવાની મંજુરી આપી છે. ત્યારબાદ તેમને ભારત પરત ફરવું પડશે અને પરત ફર્યાના 72 કલાકની અંદર કોર્ટને તેની જાણકારી આપવી પડશે. NIAએ માર્ચ 2026માં અમેરિકન નાગરિક મેથ્યુ એરોન વાનડાઈક સહિત સાત વિદેશી નાગરિકોની મ્યાનમારના ટ્રેનિંગ કેમ્પમાં ઉગ્રવાદીઓને હથિયાર-ડ્રોનની ટ્રેનિંગ આપવાના આરોપસર ધરપકડ કરી હતી. વિદેશ જવાની મંજુરી મેળવનારા યુક્રેનિયન નાગરિકોમાં હુર્બા પેટ્રો, સ્લિવિયાક તારાસ, ઇવાન સુખમાનોવ્સ્કી, સ્ટેફાનકિવ મારિયાન, હોન્ચારુક મેક્સિમ ઉર્ફે મેક્સિમ અને કામિન્સ્કી વિક્ટરનો સમાવેશ થાય છે. NIAએ કહ્યું- તપાસ ચાલુ રહેશે NIAએ કોર્ટને જણાવ્યું કે કેસની તપાસ ચાલુ છે અને આરોપીઓ પાસેથી જરૂરી અન્ડરટેકિંગ લેવામાં આવી શકે છે. હાલની તપાસમાં આરોપીઓની તાત્કાલિક હાજરી જરૂરી નથી. મેથ્યુ વાન્ડાઇકને વધુ એક રાહત મેથ્યુ એરોન વાન્ડાઇકને અમેરિકા જવાની મંજૂરી ઉપરાંત ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ હેઠળ લાગેલા ગુનાઓમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી પણ મંજૂર કરવામાં આવી છે. આ અરજી 18 સપ્ટેમ્બરે થયેલી કમ્પાઉન્ડિંગના આધારે કરવામાં આવી હતી. આરોપીઓ ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા NIAએ સાતેય વિદેશી નાગરિકોની માર્ચ 2026માં ધરપકડ કરી હતી. તપાસ એજન્સીનો આરોપ છે કે આ લોકો મ્યાનમારના જાતીય સશસ્ત્ર જૂથોને હથિયારો અને ડ્રોન ઓપરેશનની ટ્રેનિંગ આપવા સાથે સંકળાયેલા હતા. NIA મુજબ, આરોપીઓ ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા અને પૂર્વોત્તર ભારતમાં ગયા હતા. તેમના પર મિઝોરમના રસ્તે ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં ઘુસવાનો પણ આરોપ છે. તપાસ એજન્સીનો દાવો છે કે મ્યાનમારમાં આરોપીઓએ હથિયારો અને ડ્રોન યુદ્ધને લગતી ટ્રેનિંગ આપી હતી. આ માટે યુરોપમાંથી ડ્રોન લાવવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *