કોલીયારી સિંચાઈ પ્રોજેક્ટ માટે ₹11.09 કરોડની મંજૂરી:મોરવા તાલુકાનાં 6 ગામોની 1,910 હેક્ટર જમીનને મળશે પાણી, ડિસેમ્બર 2027 સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે કોલીયારી લિફ્ટ ઇરિગેશન યોજનાને વેગ મળ્યો છે. ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા યોજનાની હડફ લેફ્ટ મેઇન કેનાલના કામને આજે 16 નવેમ્બરે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ₹11 કરોડ 9 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે અને ડિસેમ્બર 2027 સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 6 ગામોની 1,910 હેક્ટર જમીનને લાભ
આ યોજના અંતર્ગત હડફ ડેમની નહેરો મારફતે કોલીયારી અને આસપાસનાં ગામો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવશે. મોરવા તાલુકાનાં મોજીરી, રસુલપુર, કસનપુર, માતરીયા વાડી, નાટાપુર અને સાલીયા (સંતરોડ) સહિત છ ગામોની કુલ 1,910 હેક્ટર જમીનને તેનો લાભ મળશે. હાલમાં આ વિસ્તારમાં સિંચાઈ માટેની કાયમી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને ખેતી માટે પૂરતા પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.
9.70 કિમીની મુખ્ય નહેરનું કામ બાકી
યોજનાની મુખ્ય નહેરની લંબાઈ 9.70 કિલોમીટર છે. ત્રણ નાળા-પુલિયાંના કામ સિવાય મુખ્ય નહેરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. યોજના અધૂરી હોવાના કારણે ખેડૂતોને અત્યાર સુધી પૂરતું સિંચાઈનું પાણી મળી શકતું નથી. હવે બાકી રહેલું કામ પૂર્ણ થયા બાદ આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે. રવિ પાકની વાવણીમાં મળશે ફાયદો
કેનાલ કાર્યરત થયા બાદ ચોમાસાની ઋતુ પૂર્ણ થયા પછી રવિ પાકની વાવણી સમયે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકશે. ખાસ કરીને ઘઉં, મકાઈ અને ચણાના પાક માટે પાણીની સુવિધા ઉપલબ્ધ થતાં ખેડૂતોને ખેતીમાં રાહત મળશે. ડિસેમ્બર 2027 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હોવાથી છ ગામોના ખેડૂતોમાં સિંચાઈની કાયમી સુવિધા ઊભી થવાની આશા જાગી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *