ક્રિકેટ બાદ લવ લાઈફથી ચર્ચામાં અભિષેક શર્મા, કોણ છે અભિષેક શર્માની 'રૂમર્ડ ગર્લફ્રેન્ડ'?

📅 Published: September 9, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા પોતાના શાનદાર પ્રદર્શનથી શેર-એ-પંજાબ T20 લીગમાં ધૂમ મચાવી રહ્યો છે. હાલમાં તે અમૃતસર સૂરમાસ ટીમની કપ્તાની સંભાળી રહ્યા છે. જો કે, ક્રિકેટના મેદાન પર પોતાના શાનદાર પ્રદર્શન ઉપરાંત તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. મિડિયા રિપોર્ટ્સ મુજબ, યુવા બિઝનેસવુમન લૈલા ફેસલ સાથે તેના અફેરની અફવાઓએ જોર પકડ્યું છે.

કોણ છે અભિષેકની રૂમર્ડ ગર્લફ્રેન્ડ? 

હકીકતમાં, મેચ પૂરી થયા બાદ ઘણી વખત અભિષેક તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ લૈલા ફેસલ સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતો, જેના કારણે સોશિયલ મીડિયા પર તેના ડેટિંગના સમાચાર ફરી એકવાર ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, IPL 2025ના સમયથી જ અભિષેક શર્માનું નામ લૈલા ફેસલ સાથે જોડવામાં આવી રહ્યું છે. જો કે, અભિષેક કે લૈલા બેમાંથી કોઈએ પણ પોતાના આ સંબંધ અંગે ક્યારેય સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ તેના ફેન્સ એ જાણવા માટે ખૂબ ઉત્સુક છે કે આખરે અભિષેક ની આ રૂમર્ડ ગર્લફ્રેન્ડ કોણ છે?

બિઝનેસ વર્લ્ડનું એક જાણીતું નામ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સાથે નામ જોડાયા બાદ લૈલા ફેસલ અચાનક લાઈમલાઈટમાં આવી ગઈ છે. લૈલા કોઈ ગ્લેમર કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નથી, પરંતુ તે બિઝનેસ વર્લ્ડનું એક જાણીતું નામ છે. દિલ્હીની રહેવાસી લૈલા એક પ્રતિષ્ઠિત કાશ્મીરી મુસ્લિમ પરિવારમાંથી આવે છે.

ફેશન જગતમાં આગવી ઓળખ ઊભી કરી

રિપોર્ટ અનુસાર, લૈલાએ પોતાનું શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ આર.કે. પુરમમાંથી પૂર્ણ કર્યું હતું, અને ત્યારબાદ તેણે કિંગ્સ કોલેજ લંડનમાંથી સાયકોલોજી (મનોવિજ્ઞાન) માં ડિગ્રી મેળવી હતી. આ સિવાય તેણે યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ લંડનમાંથી ફેશન ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને સ્ટાઇલિંગનો કોર્સ કર્યો છે. લંડનમાં અભ્યાસ દરમિયાન જ તેણે ફેશન જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી, અને તે પોતાની કોલેજની ફેશન સોસાયટીની લીડર પણ રહી ચૂકી છે.

ફેશન ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી

લંડનથી ભારત પરત ફર્યા બાદ તેણે પોતાના પિતાની કંપની ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક લક્ઝરી’માં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે જવાબદારી સંભાળી હતી. પિતાના બિઝનેસને સફળતાપૂર્વક આગળ ધપાવવાની સાથે લૈલા ફેસલ ફેશન ક્ષેત્રે પણ પોતાની એક અલગ ઓળખ બનાવવા માંગટી હટી. આ જ વિચાર સાથે તેણે વર્ષ 2022માં પોતાની માતા સાથે મળીને ‘લૈલા રૂહી ફેસલ ડિઝાઇન્સ’ નામથી પોતાનું હાઇ-એન્ડ ફેશન લેબલ લોન્ચ કર્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *