ખાંભા તાલુકાના વાંગધ્રા પાસે 10 ફૂટ ઊંડા પાણીમાં ડૂબેલા સાવજનું રેસ્ક્યૂ

📅 Published: September 8, 2026 | 📂 Category: gujarati-news

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તુલસીશ્યામ રેન્જ હેઠળના વાંગધ્રા રેવન્યુ વિસ્તારમાં સિંહ ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવતાં વનવિભાગની ટીમે જોખમી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેને બચાવી લીધો હતો. સિંહ એટલો નબળો થઈ ગયો હતો કે તે એક ફૂટ પણ ચાલી શકે તેવી સ્થિતિમાં ન હતો. જમીનથી આશરે 10 ફૂટ ઊંડા પાણીની નીચે સિંહ મળી આવતાં તેને બહાર કાઢવા માટે વનવિભાગની ટીમે કામગીરી શરૂ કરી હતી. નાજુક સ્થિતિને કારણે ઘાયલ સિંહને પાંજરામાં પોતાની મેળે લાવવો જોખમી હતો. સિંહને ટ્રેન્ક્યુલાઈઝ કરીને રેસ્ક્યુ કરવું પણ જોખમી હોવાથી વનવિભાગની ટીમે અલગ પદ્ધતિ અપનાવી હતી. રેસ્ક્યુ દરમિયાન એક ટ્રેક્ટરને પાંજરામાં બેસાડી સિંહની નજીક મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રેક્ટરથી 2-3 લાકડીઓની મદદથી સિંહને ધીમે ધીમે ગાળિયામાં લેવામાં આવ્યો હતો. સુરક્ષિત રીતે પાંજરામાં લીધા બાદ તેને બહાર કઢાયો હતો. આશરે 20 કર્મચારીઓએ ભારે પાંજરું પાણીની ઉપર ખેંચી સિંહને બહાર કાઢયો હતો. ઘાયલ સિંહને સારવાર માટે ખસેડાયો હતો. વનવિભાગની દેખરેખ હેઠળ આશરે 10 દિવસ સારવાર મળ્યા બાદ સિંહ સંપૂર્ણ સ્વસ્થ થયો હતો. ત્યારબાદ તેને ફરી કુદરતી આવાસમાં મુક્ત કરાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *