ખેડૂતો ખુશ થાઓ! દિવાળી પહેલા દરેક ખેડૂતને મળશે 5,000 રૂપિયા, આ રાજ્યમાં કરાઇ મોટી જાહેરાત

📅 Published: October 14, 2026 | 📂 Category: Business

મહારાષ્ટ્રના ખેડૂતો માટે રાજ્ય સરકારે પોતાનો ખજાનો ખોલી દીધો છે અને દિવાળીના તહેવાર ટાણે એક મોટી નાણાકીય જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે કે રાજ્યના દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને દિવાળી પહેલા 5000 રૂપિયાની વચગાળાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. રાજ્યમાં ગંભીર દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હોવા છતાં અને કેન્દ્ર સરકાર તરફથી સહાય મળે તેની રાહ જોયા વગર રાજ્ય સરકારે પોતાના સ્તરે આ મોટો નિર્ણય લીધો છે.

265 તાલુકાઓ માટે જાહેરાત

આ મહિને મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં પાણી અને વરસાદની ગંભીર અછતને ધ્યાનમાં રાખીને ૩૪ જિલ્લાઓના ૩૦૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો છે. અગાઉ 265 તાલુકાઓમાં આ જાહેરાત કરવામાં આવી હતી, જેને બાદમાં વધારીને ૩૦૫ કરવામાં આવી, જે રાજ્યના લગભગ ૭૫% જેટલા ભાગને આવરી લે છે. આ દુષ્કાળની ગંભીર અસર મરાઠવાડા, વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્ર અને પુણે સહિતના તમામ છ મહેસૂલ વિભાગો પર પડી છે.

5000 રૂપિયાની કરાશે સહાય

ગયા સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાતે દુષ્કાળગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને પ્રભાવિત ખેડૂતો માટે તાત્કાલિક રાહત પગલાંની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર કેન્દ્રીય સહાયની રાહ જોયા વગર ખેડૂતોને તાત્કાલિક મદદ કરશે, અને આ 5000 રૂપિયાની સહાય તે જ દિશામાં એક મોટું પગલું છે.

દિવાળીના પર્વ પર મોટી રાહત મળવાની અપેક્ષા

આ નાણાકીય સહાય ઉપરાંત, સરકાર દ્વારા ખેડૂતોને અન્ય રાહતો પણ આપવામાં આવી રહી છે. જેમાં પાક લોનની વસૂલાત પર મુલતવી, વીજળી બિલમાં વિશેષ છૂટ અથવા સબસિડી, પાક નુકસાન વળતર, પાક લોનનું પુનર્ગઠન અને જરૂરિયાતમંદો માટે શૈક્ષણિક ફી માફી જેવા પગલાં સામેલ છે. દુષ્કાળના આ સંકટ વચ્ચે સરકારના આ રાહત પેકેજથી લાખો ખેડૂતોને દિવાળીના પર્વ પર મોટી રાહત મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચોઃ UPI પેમેન્ટ્સમાં કોનો દબદબો? Google Pay, Paytm કે PhonePe કોણે મારી બાજી..


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *