ગઢડામાં છેલ્લા નોરતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ગરબે ઘૂમ્યા:પોલીસ પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદના નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી, ખેલૈયાઓએ રમઝટ બોલાવી

📅 Published: October 19, 2026 | 📂 Category: gujarati-news

બોટાદ જિલ્લાના ગઢડામાં નવરાત્રીના આસો સુદ નોમના છેલ્લા દિવસે પોલીસ પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ ઉપસ્થિત તમામ કાર્યકરો અને ખેલૈયાઓ સાથે ઉત્સાહભેર ગરબે ઘૂમીને પવિત્ર નવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ખેલૈયાઓએ પરંપરાગત પ્રાચીન ગરબાની રમઝટ બોલાવી હતી. આગેવાનોએ માતાજીની આરતી ઉતારી
નવરાત્રી મહોત્સવ દરમિયાન કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, સુરેશભાઇ ગોધાણી, પ્રભાતભાઈ યાદવ, જયરાજભાઈ પટગીર, વનરાજસિહ ડાભી, દિલીપભાઈ ડાભી અને પ્રતાપભાઈ છૈયા સહિતના અગ્રણી આગેવાનોએ સાથે મળીને માતાજીની ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી આરતી ઉતારી હતી. આયોજન સ્થળે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહવર્ધક બની ગયું હતું. સ્થાનિક નાગરિકો અને સંગઠનના હોદ્દેદારો પણ આ ધાર્મિક ઉજવણીમાં મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. પોલીસ પરિવારના આયોજનની સરાહના
કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજનને ખૂબ જ સરાહનીય ગણાવ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે નિષ્ઠાવાન પોલીસ પરિવાર સામાજિક કે ધાર્મિક કાર્યક્રમોમાં સમયના અભાવે ઓછો ભાગ લઈ શકતો હોય છે. આવા વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ આવું સરસ ધાર્મિક આયોજન કરવું ખરેખર પ્રશંસનીય અને અભિનંદનને પાત્ર છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *