ગરબામાં કોઈ મુસ્લિમને પ્રવેશ ન આપવો: પ્રવીણ તોગડિયા:કડીના કુમારી મેઘના કેમ્પસથી આંતરરાષ્ટ્રી હિન્દુ પરિષદના અધ્યક્ષનું આહવાન, દીકરીઓની સુરક્ષા અને શસ્ત્ર પૂજન માટે અપીલ

📅 Published: October 1, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણા જિલ્લાના કડી સ્થિત કુમારી મેઘના કેમ્પસ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે આગામી નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબાના આયોજનોમાં કોઈપણ મુસ્લિમ વ્યક્તિને પ્રવેશ ન આપવા માટે આહવાન કર્યું હતું. આ સાથે જ તેમણે નવરાત્રિ અને વિજયાદશમીના પાવન પર્વે દરેક હિન્દુ પરિવારને પોતપોતાના ઘરે શસ્ત્ર પૂજન કરવા ખાસ આપીલ કરી છે. દીકરીઓની આત્મસુરક્ષા માટે ‘ઓજસ્વિની’ સંસ્થા દ્વારા વિશેષ ટ્રેનિંગ
કેમ્પસમાં ઉપસ્થિત હજારો દીકરીઓની સુરક્ષા અને સ્વાભિમાન પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે, દીકરીઓની આત્મસુરક્ષા માટે ‘ઓજસ્વિની’ સંસ્થા દ્વારા વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જો કોઈ અસામાજિક તત્ત્વ કે લફંગા દીકરીઓની છેડતી કરવાનો પ્રયાસ કરે, તો તેને સ્થળ પર જ પકડીને યોગ્ય પાઠ ભણાવવાનો અને પીટવાનો મંત્ર તેમણે આપ્યો હતો. તેમણે રાજ્યની તમામ બહેન-દીકરીઓ સંપૂર્ણ સુરક્ષા અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા ગાઈ શકે તેવી કામના પણ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન ડો. તોગડિયાએ કુમારી મેઘના કેમ્પસ દ્વારા હજારો દીકરીઓને આપવામાં આવી રહેલા ઉત્કૃષ્ટ શિક્ષણ અને સંસ્કાર ઘડતરના કાર્યોને મુક્ત મને બિરદાવ્યા હતા અને સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. ‘શિક્ષણ એ શ્રેષ્ઠ કામ, એમાં દીકરીઓનું ડબલ શ્રેષ્ઠ કામ’
પ્રવીણ તોગડીયાએ જણાવ્યું કે, કુમારી મેઘના કેમ્પસમાં હજારો દીકરીઓનું શિક્ષણની સેવા કરવાનું કામ કરી રહ્યા છે. એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. શિક્ષણ એ શ્રેષ્ઠ કામ, એમાં દીકરીઓનું ડબલ શ્રેષ્ઠ કામ. અહીંયા મને આવવાનો મોકો મળ્યો. અમારા દ્વારા રાષ્ટ્રીય મહિલા પરિષદને ‘ઓજસ્વિની’… જે બહેન-દીકરીઓની સુરક્ષાની ટ્રેનિંગ આપે છે. એનું સૂત્ર છે ‘કિસી ને હમકો છેડા, હમ લડેંગે, છૂટેંગે, પકડેંગે, પટકેંગે ઓર પીટેંગે’. એની પ્રેક્ટિકલી આજે ટ્રેનિંગ કરવાનું કામ કર્યું. ખૂબ જ આનંદ થયો. ભગવાન બધાને સુખી રાખે. ‘ઘરે-ઘરે શસ્ત્ર પૂજન વિજયાદશમીને કરો, અને ગરબામાં કોઈ મુસલમાનને પ્રવેશ નહીં આપો. બધી જ બહેન-દીકરીઓ સલામતીથી ગરબા ગાય.’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *