ગરૂડેશ્વર તાલુકાના સાંઢિયા ગામે કિસાન ગોષ્ઠી યોજાઈ

📅 Published: August 31, 2026 | 📂 Category: gujarati-news

રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સાંઢીયા ગામે કિસાન ગોષ્ઠીનું સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ, નવીન કૃષિ તકનીકો તેમજ સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ ગોષ્ઠી યોજાઈ હતી. કિસાન ગોષ્ઠી દરમિયાન ઉપસ્થિત કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ખેતીમાં ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા, આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા તેમજ પ્રાકૃતિક ખેતી તરફ્ આગળ વધવા અંગે ઉપયોગી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. ખેડૂતો દ્વારા ખેતી સંબંધિત વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેના અંગે નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ પ્રસંગે સાંઢીયા ગામ તથા આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *