ગાંધીનગરમાં 'બોસકી ધ એમ્પાયર'ની નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી:10થી 15 શ્રમિકો દબાયાની આશંકા, મનપા કમિશનર અને ડેપ્યુટી CM કુડાસણ પહોંચ્યા

📅 Published: September 9, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર નજીક આવેલા કુડાસણ વિસ્તારમાં નવી બની રહેલી ‘બોસકી ધ એમ્પાયર’ નામની કોમર્શિયલ બાંધકામ સાઈટ પર બુધવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. અહીં બે યુનિટ વચ્ચે ઊભો કરવામાં આવી રહેલો લોખંડનો સ્લેબ અચાનક ધડાકાભેર નીચે તૂટી પડતાં કામ કરી રહેલા આશરે 10થી 15 જેટલા શ્રમિકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. જેમાંથી 4 લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. હજુ સુધી જાનહાનિની કોઈ માહિતી મળી નથી. આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તેમજ ફાયર બ્રિગેડની 4થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને દબાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરી દેવાઈ છે. હાલ ગાંધીનગરના મનપા કમિશનર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા. ઘટનાસ્થળની તસવીરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *