ગાંધીનગરમાં મીની ટ્રકમાંથી શંકાસ્પદ માસ ઝડપાયું:વાવોલ પાસે મીની ટ્રકનો અકસ્માત, જવાબદારો સામે ગુનો નોંધવાની ગૌરક્ષકોની માંગ

📅 Published: September 19, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં એક મીની ટ્રકને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ વાહનની તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ માસ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગૌરક્ષકો અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જવાબદારો સામે ગુનો નોંધવાની માંગ: ગુજન પ્રજાપતિ
સ્થાનિક ગૌરક્ષક ગુજન પ્રજાપતિએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અકસ્માતગ્રસ્ત મીની ટ્રકમાં ગેરકાયદેસર રીતે ગૌમાંસની હેરફેર કરવામાં આવી રહી હતી. વાહનમાં શંકાસ્પદ રીતે પશુઓનું માસ ભરીને કોઈ ચોક્કસ સ્થળે લઈ જવામાં આવી રહ્યું હતું. આ ઘટના સામે આવતાં જ ગૌરક્ષકો દ્વારા કડક હાથે તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *