ગાંધીનગર મહાનગરપાલિકામાં નવી સ્થાનિક સ્વરાજ્યની બોડીની રચનાને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ શાસિત મનપામાં નવા હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા માટે પક્ષ દ્વારા તજવીજ તેજ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે પક્ષના શિસ્તબદ્ધ માળખા મુજબ સેન્સ પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણાયક તબક્કો શરૂ થઈ રહ્યો છે. આ સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ નેતૃત્વ દ્વારા ત્રણ અનુભવી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. શબ્દશરણ, વંદના અને ઝવેર સેન્સ પ્રક્રિયા કરશે
ભાજપ શાસિત મનપામાં નવા હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ નેતૃત્વ દ્વારા શબ્દશરણ બ્રહ્મભટ્ટ, વંદના મકવાણા અને ઝવેરભાઈ ઠકરારની નિમણૂક કરાઈ છે. આ ત્રણેય નિરીક્ષકો સ્થાનિક કોર્પોરેટરો અને આગેવાનોનો મિજાજ પારખીને તેમનો અહેવાલ પ્રદેશ નેતૃત્વને સુપ્રત કરશે. પ્રથમ અઢી વર્ષ OBCને મેયરનું પદ મળશે
રાજકીય દ્રષ્ટિએ આ વખતે ગાંધીનગર મનપાના હોદ્દાઓની વહેંચણીમાં જ્ઞાતિગત અને સામાજિક સમીકરણો અત્યંત નિર્ણાયક સાબિત થવાના છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયરનું પદ અન્ય પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવ્યું હોવાથી ઓબીસી સમાજના દાવેદારોમાં ભારે ઉત્સાહ અને રસાકસી જોવા મળી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પાટીદાર ચહેરાની શક્યતા
બીજી તરફ મનપાનું આર્થિક અને વહીવટી ધબકતું હૃદય ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પાટીદાર સમાજમાંથી આવતા કોઈ સક્ષમ ચહેરાને સ્થાન મળે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા જેવા ચાવીરૂપ પદોની વરણી કરતી વખતે પણ ભાજપ તમામ સામાજિક ક્ષેત્રો અને વોર્ડના પ્રતિનિધિત્વને સંતુલિત કરવાનો પ્રયાસ કરવાની છે. પ્રદેશ કાર્યાલય મેયરના નામ પર મહોર મારશે
ભાજપ હાઈકમાન્ડ દ્વારા નિરીક્ષકોના અહેવાલ અને પ્રદેશ નેતૃત્વ સાથેની આંતરિક વિચારણા બાદ જ તમામ પદાધિકારીઓના નામો પર આખરી મહોર મારવામાં આવશે. પ્રદેશ કાર્યાલય ખાતેથી નામોની સત્તાવાર મંજૂરી મળ્યા બાદ ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં વિધિવત રીતે નવા મેયર સહિતના હોદ્દેદારોની જાહેરાત કરાશે. સમગ્ર રાજકીય વર્તુળો અને નગરજનોની મીટ મંડાયેલી
ગાંધીનગર રાજયનું પાટનગર હોવાને નાતે અહીંની મનપાનું રાજકીય મહત્વ વિશેષ રહેલું છે. આગામી સમયની રાજકીય દિશા નક્કી કરતી આ પસંદગીમાં પક્ષના જૂના જોગીઓ, કાર્યકરો સાથેનો તાલમેલ અને સંગઠનની પકડ ધરાવતા ચહેરાઓને પ્રાધાન્ય મળે છે કે નવા ચહેરાઓ બાજી મારી જાય છે તેના પર સમગ્ર રાજકીય વર્તુળો અને નગરજનોની મીટ મંડાયેલી છે.
ગાંધીનગર મનપામાં અઢી વર્ષ મેયર પદ માટે OBC અનામત:નવી બોડીની રચના માટે ભાજપે કસી કમર, ત્રણ નિરીક્ષકો સેન્સ લેશે; કમળનો તાજ કોના શિરે?
📅 Published: October 22, 2026 |
📂 Category: gujarati-news
