ગાંધીનગર મનપામાં કયા વોર્ડમાં કોની-કોની વચ્ચે ટક્કર?:44 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ સહિત 130 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં, જુઓ નામ અને ફોટો સાથેની યાદી

📅 Published: September 29, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર મનપાના 11 વોર્ડની 44 બેઠક પર યોજાનારી ચૂંટણી માટે 29 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા ઉમેદવારોનું ચિત્ર ફાઈનલ થયું. 11 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે હવે 11 વોર્ડમાં કુલ 130 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપ-કોંગ્રેસના 44-44 અને આમ આદમી પાર્ટીના 32 જ્યારે અન્યના 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. 44 બેઠક માટે 130 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
ચૂંટણી તંત્રના આંકડા મુજબ, ચકાસણી બાદ માન્ય રહેલા 138 ઉમેદવારોમાંથી કુલ 8 ફોર્મ પરત ખેંચાયા છે, જેમાં આમ આદમી પાર્ટીના 5 અને 3 અપક્ષોનો સમાવેશ થાય છે. આ ફેરફાર બાદ હવે મેદાનમાં આખરી 130 ઉમેદવારો સ્પર્ધામાં છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી એક પણ ઉમેદવારે ફોર્મ પરત ન પાર્ટીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નેતાઓ પૂર જોશમાં પ્રચારમાં લાગી ગયા છે. એકપણ બેઠક બિનહરીફ ન થઈ શકી
હવે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં જ મુખ્ય રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકાત ઝીંકી દીધી છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 11 વોર્ડમાં 4-4 ઉમેદવારોની પેનલ સાથે પોતાના પૂરા 44-44 ઉમેદવારો મેદાને ઉતારી દીધા છે, જેના કારણે બંને રાષ્ટ્રીય પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર નિશ્ચિત બની છે. બીજી તરફ, ‘આપ’ના 32, બસપા અને અન્ય અપક્ષો મળીને કુલ 130 ઉમેદવારો મંગળના અખાડામાં ઉતર્યા છે. વોર્ડ નંબર 6માં સૌથી વધુ 15 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે, જ્યારે વોર્ડ નંબર 1માં સૌથી ઓછા 10 ઉમેદવારો મેદાનમાં છે. ગાંધીનગર મનપાની આ ચૂંટણી જીતવા માટે શાસક પક્ષ દ્વારા બેઠકો બિનહરીફ કરાવવાના તમામ રાજકીય દાવપેચ અને પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે. વિપક્ષી ઉમેદવારો અને અપક્ષો આ વખતે મક્કમ રહેતા એક પણ ઉમેદવાર પ્રલોભનમાં ન ફસાતા તમામ બેઠકો પર ચૂંટણી યોજવાનું નક્કી થયું છે. આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં પાટનગરના આ રસાકસીભર્યા જંગમાં ભાજપ અને કોંગ્રેસમાંથી કયો પક્ષ બાજી મારે છે તેના પર સમગ્ર રાજ્યના રાજકારણની નજર રહેશે.આગામી 11 ઓક્ટોબરે યોજાનાર મતદાનમાં ગાંધીનગરના મતદારો કોના પરળમાં મત આપે છે અને કયો પક્ષ સત્તા મેળવે છે તે જોવું રસપ્રદ રહેશે. ગાંધીનગરમાં 2.59 લાખ મતદારો
2 સપ્ટેમ્બરે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને 14 સપ્ટેમ્બરે આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. ગાંધીનગર મનપા ચૂંટણીમાં કુલ 2,59,443 મતદારો નોંધાયા છે. જેમાં 1,32,285 પુરુષ, 1,27,149 મહિલા અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ગાંધીનગર મનપા-2021 ચૂંટણી પરિણામ આ સમાચાર પણ વાંચોઃ
ભાજપના ઉમેદવાર જશવંત પટેલ પાસે 244 કરોડની સંપત્તિ આગામી 11 ઓક્ટોબરે યોજાનારી ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો ફોર્મ ભરી દીધા છે. આ ઉમેદવારોના સોગંદનામાનું એનાલિસિસ કરતા આ ચૂંટણી જંગમાં ધનાઢ્યો મેદાનમાં ઉતર્યા છે. જેમાં સ્ટેન્ડિગ કમિટીના પૂર્વ ચેરમેન જશવંત પટેલ પાસે 244 કરોડની સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. અમે તમને 10 કરોડથી ઉપરની સંપત્તિ હોય એવા ભાજપ-કોંગ્રેસના 5 ઉમેદવાર અંગે જાણાવી રહ્યા છીએ. જેઓ રાજ્યના 20 મંત્રી કરતા પણ પૈસાદાર છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *