ગાડીઓ ડૂબી, બસોમાં પાણી ભરાયું, રસ્તાઓ પર સાપ તરવા લાગ્યા:બેંગકોક જળબંબાકાર, ભયાનક પૂરથી 50 જિલ્લામાં ઈમરજન્સી જાહેર; PM લંડનનો પ્રવાસ છોડી દોડી આવ્યા

📅 Published: September 27, 2026 | 📂 Category: International

થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં ભારે વરસાદ બાદ પૂરથી પરિસ્થિતિ વણસી ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનો ડૂબી ગયા અને બસોમાં પણ પાણી ઘૂસી ગયું. ઘણા વિસ્તારોમાં લોકો કમર સુધી ભરાયેલા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. આ દરમિયાન પૂરના પાણીમાં સાપ દેખાતા હોવાની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. પ્રશાસને શહેરના તમામ 50 જિલ્લાઓને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યા છે. હવામાન વિભાગે 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. બેંકોકના કેટલાક વિસ્તારોમાં શનિવાર સુધીના 48 કલાક દરમિયાન આશરે 300 મિમી વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. બેંકોકમાં પૂરનાં દૃશ્યો… વડાપ્રધાન લંડન પ્રવાસ અધવચ્ચે છોડીને બેન્કોક પરત ફર્યા વડાપ્રધાન અનૂટિન ચાર્નવીરાકુલે લંડનનો પ્રવાસ અધવચ્ચે છોડીને બેન્કોક પરત ફર્યા છે. બેન્કોક પ્રશાસનના જણાવ્યા અનુસાર, પૂરથી અસરગ્રસ્ત લોકો માટે 233 અસ્થાયી રાહત શિબિરો બનાવવામાં આવી છે. તેમાં લગભગ 4200 લોકો આશ્રય લઈ ચૂક્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવામાં આવી છે. થાઈલેન્ડના 21 પ્રાંતોમાં પણ પૂર જેવી સ્થિતિ થાઈલેન્ડના આપત્તિ નિવારણ અને રાહત વિભાગ અનુસાર, શનિવારે દેશના 21 પ્રાંતોમાં પણ પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે રવિવારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે પૂરની સ્થિતિ વધુ વણસવાની આશંકા છે. જોકે, કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો થયા બાદ વહીવટીતંત્રે પાણી બહાર કાઢવાની કામગીરી ઝડપી બનાવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો વરસાદ નહીં પડે તો પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી શકે છે. સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો બેંગકોકના ડ્રેનેજ અને સીવેરેજ વિભાગના આંકડા અનુસાર, સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે. 1થી 25 સપ્ટેમ્બર વચ્ચે રાજધાનીમાં 487 મિલીમીટર વરસાદ નોંધાયો. 1991થી 2020 દરમિયાન આ જ સમયગાળાની સરેરાશ આશરે 269 મિલીમીટર હતી. બેંગકોકમાં સપ્ટેમ્બર દરમિયાન વરસાદની મોસમ ચરમસીમાએ હોય છે. જોકે, ઘણા લોકોએ કહ્યું કે આ વખતે સ્થિતિ સામાન્ય કરતાં વધુ ખરાબ છે. 63 વર્ષીય રહેવાસી અનૂટિન મીચામનાને કહ્યું, “હું અહીં ઘણા વર્ષોથી રહું છું, પરંતુ આવું ક્યારેય જોયું નથી. ઘણા દિવસો સુધી સતત વરસાદ પડતો રહ્યો.”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *