ગીર સોમનાથના કિરીટભાઈ ઉનડકટ 'દિશાદર્શક નેતૃત્વ રત્ન' એવોર્ડથી સન્માનિત:JCIના રાષ્ટ્રીય અને ઝોન કક્ષાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સન્માન કરાયું

📅 Published: October 9, 2026 | 📂 Category: gujarati-news

સુરતના કામરેજ ખાતે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI)ની સભામાં ગીર સોમનાથ જિલ્લાના સામાજિક અગ્રણી કિરીટભાઈ ઉનડકટને ‘દિશાદર્શક નેતૃત્વ રત્ન’ એવોર્ડથી સન્માનિત કરાયા. તેમને લાંબા સમયની નિસ્વાર્થ સામાજિક સેવા અને નેતૃત્વ શક્તિ માટે આ એવોર્ડ અપાયો હતો. JCI ઇન્ડિયાના પદાધિકારીઓ સંજયભાઈ માંકડ, અર્પિતભાઈ હાથી, દીપકભાઈ નાહર અને JCI ઝોન 8ના પ્રમુખ લલિત બલદાણીયાની હાજરીમાં કિરીટભાઈને શાલ ઓઢાડી સન્માનિત કરાયા. તેઓ ૧૯૭૪માં નવનિર્માણ આંદોલનમાં સક્રિય હતા અને ૧૯૮૧થી વેરાવળ JCIમાં જોડાયા હતા. ૧૯૯૨માં તેઓ JCI ઝોન ૦૭ના પ્રમુખ બન્યા અને રાષ્ટ્રીય કારોબારીમાં પણ કામ કર્યું. ૪૦ વર્ષ પછી બંધારણીય પદ ન લઈ શકતા, તેઓ યુવાનોને માર્ગદર્શન આપે છે. ૧૯૯૦માં લોહાણા યુવક મંડળના પ્રમુખ તરીકે તેમણે જલારામ જયંતી નિમિત્તે સમૂહ ભોજન શરૂ કર્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *