ગુજરાત યુનિવર્સિટીમાં ગાંધી જયંતી નિમિત્તે ‘શિક્ષણ નીતિ’ પર વ્યાખ્યાન યોજાયું:રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગાંધીજીના વિચારોને અનુરૂપ: પ્રો. ડાહ્યાભાઈ પટેલે સર્વાંગીણ પ્રગતિ માટે 2G નો માર્ગ દર્શાવ્યો

📅 Published: October 1, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત યુનિવર્સિટીના મહાત્મા ગાંધી વિચાર પ્રસાર કેન્દ્ર દ્વારા ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે ‘ગાંધીજીના શિક્ષણના વિચારો – રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. એચ.કે. સેન્ટર ખાતે યોજાયેલા આ પ્રોગ્રામમાં શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રો. ડાહ્યાભાઈ પટેલે સર્વાંગીણ પ્રગતિ માટે 2G નો માર્ગ આપ્યો મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ગુજરાત વિદ્યાપીઠના શિક્ષણ વિદ્યાશાખાના ડીન પ્રો.(ડો) ડાહ્યાભાઈ પટેલે જણાવ્યું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગાંધીજીના શિક્ષણ દર્શનને અનુરૂપ છે. તેમણે વિદ્યાર્થીઓ અને સમાજની સર્વાંગીણ પ્રગતિ અર્થે 2G નો માર્ગ પસંદ કરવા અનુરોધ કર્યો હતો, જેમાં 2G એટલે ‘ગીતા’ અને ‘ગાંધીજી’ નો સમાવેશ થાય છે. મહાત્મા ગાંધી વિચાર પ્રસાર કેન્દ્રના સંવાહક અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ અશાંતિનો સામનો કરી રહ્યું છે ત્યારે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતોને જીવનમાં સ્વીકારવા એ જ તેમને અપાયેલી સાચી અંજલિ ગણાશે. શિક્ષણવિદો, અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા ડો. ફાલ્ગુની પરીખના સંચાલન હેઠળ યોજાયેલા આ વ્યાખ્યાનમાં ડો. સ્મિતાબેન જોશી, રેખાબેન અધ્યવર્યુ, બાબુલાલ ચાવડા, મનીષ શાહ સહિત વિવિધ વિદ્યાશાખાના અધ્યાપકો, પૂર્વ ગ્રંથપાલ ડો. આશિર્વાદ ભાવસાર તથા એચ.કે. સેન્ટરના છાત્રાલયના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *