ગુજરાત વિધાનસભામાં આજે 4 મહત્વના સુધારા બિલ રજૂ થશે:ખાનગી સ્કૂલોમાં ભરતીના નિયમો બદલાશે, અનામત નીતિ લાગુ થશે; નિયમ તોડનારને 15 લાખ સુધીનો દંડ

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના બીજા દિવસે આજે બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે. બપોરે 12થી 1 વાગ્યા દરમિયાન પ્રશ્નોત્તરી યોજાશે. જેમાં પોલીસ, ગૃહ વિભાગ, ઉદ્યોગ, પ્રવાસન, વાહન વ્યવહાર, આદિજાતિ વિકાસ, ખાદી-કુટીર અને આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રશ્નોત્તરી બાદ ગૃહમાં 4 મહત્વના સુધારા બિલ રજૂ કરવામાં આવશે. જમીનના જૂના વ્યવહારોને નિયમિત કરવા, GSTમાં વેપારીઓ-નિકાસકારોને રાહત, પશુધન આહાર સંબંધિત નિયમો અને અનુદાનિત ખાનગી સ્કૂલોમાં ભરતીની પ્રક્રિયા અંગે આ બિલોમાં મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. GSTના નિયમોમાં 4 મોટા ફેરફાર, વેપારીઓ અને નિકાસકારોને રાહત
ગુજરાત સરકારે GSTના નિયમોમાં કેટલાક મહત્વના ફેરફાર કરવા માટે બિલ લાવ્યું છે. આ ફેરફારથી ખાસ કરીને વેપારીઓ અને નિકાસ કરતા લોકોને ફાયદો થશે. 1. માલ વેચ્યા પછી ડિસ્કાઉન્ટ આપવું સરળ બનશે
કંપની કે વેપારી માલ વેચ્યા પછી ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપે તો હવે તેની પ્રક્રિયા સરળ બનશે. આ માટે કંપની ક્રેડિટ નોટ આપશે અને ગ્રાહકે જેટલા ડિસ્કાઉન્ટ પર GSTનો લાભ લીધો હોય તેટલો ITC પરત કરવો પડશે. 2. ડિસ્કાઉન્ટ માટે ક્રેડિટ નોટ આપી શકાશે
માલ વેચાઈ ગયા પછી ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો તેના માટે ક્રેડિટ નોટ આપવાની જોગવાઈ સ્પષ્ટ કરવામાં આવી છે. 3. કેટલાક વેપારીઓને રિફંડ ઝડપથી મળશે
જે વેપારીઓને માલ પર ચૂકવેલો GST અને વેચાણ વખતે વસૂલેલો GST અલગ હોવાના કારણે રિફંડ મળવાનું હોય, તેમાં પાત્ર કેસમાં 90% રિફંડ અગાઉથી મળી શકશે. બાકીની પ્રક્રિયા દસ્તાવેજોની ચકાસણી બાદ થશે. 4. નિકાસકારો માટે ₹1,000ની મર્યાદા દૂર થશે
વિદેશમાં માલ મોકલીને GST ભરનાર નિકાસકારોને રિફંડ મેળવવામાં હાલની ₹1,000ની ન્યૂનતમ મર્યાદા દૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ખાનગી સ્કૂલોમાં ભરતીના નિયમો બદલાશે, અનામત નીતિ લાગુ થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, 1972માં સુધારા માટેના બિલમાં મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. જમીનના ટુકડા પડવા અને એકત્રીકરણના નિયમોમાં મોટો ફેરફાર
ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા અંગેના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રિવેન્શન ઓફ ફ્રેગમેન્ટેશન એન્ડ કોન્સોલિડેશન ઓફ હોલ્ડિંગ્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2026માં મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. સરળ ભાષામાં કહીએ તો, 31 માર્ચ 2026 સુધીમાં કાયદાની જોગવાઈ વિરુદ્ધ થયેલા ચોક્કસ જમીન વ્યવહારોને હવે દંડ કે પ્રીમિયમ ભર્યા વગર નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પશુધન આહાર અને મરઘાં-ચણ અંગેનું વિધેયક
ગુજરાત પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક પણ ગૃહમાં રજૂ થશે. પશુધન માટેના આહાર અને ખનિજ મિશ્રણ સાથે સંબંધિત નિયમન માટે આ સુધારા મહત્વના રહેશે. આ સમાચાર પણ વાંચો વિધાનસભામાં ચાલુ વંદે માતરમે જ કોંગ્રેસના MLA ખેડાવાલા બેસી ગયા 9 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રની શરૂઆત થઈ હતી. વર્ષોથી ગૃહમાં વંદે માતરમ્ ગાવાની પરંપરા છે, ત્યારે વંદે માતરમ્ શરૂ થતાં જ વિવાદ થઈ ગયો હતો. સત્રના આરંભે વંદે માતરમ્ ગવાયું હતું, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ગીત દરમિયાન બેસી ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *