ભાવનગર જિલ્લાના પાલિતાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસ હેઠળ રાજસ્થળી બીટમાં ગેરકાયદેસર રીતે 1690 જેટલાં મહાકાય વૃક્ષોનું નિકંદન કાઢવાના ચકચારી કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. જેલમાં બંધ બે ફોરેસ્ટ ગાર્ડ્સની નિયમિત જામીન અરજી મંજૂર કરતાં હાઈકોર્ટે બંને આરોપીઓને જેલમાંથી મુક્ત થયાના 15 દિવસમાં પોતાના ખર્ચે વ્યક્તિદીઠ 850-850 વૃક્ષો વાવવા અને સતત 3 વર્ષ સુધી તેનું જતન કરવાની કડક શરત મૂકી છે. 1690 વૃક્ષો કપાવાનો ગંભીર આરોપ
પાલિતાણા ફોરેસ્ટ રેન્જના રાજસ્થળી બીટ ખાતે ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ કરશન ગોહિલ અને કલ્પેશ ડાભી સામે ભારતીય વન અધિનિયમ તેમજ વન્યજીવ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો: બંને ગાર્ડે લાકડાના કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ રચી ₹25,000ની લાંચ/લાભ મેળવી 1690 જેટલાં મોટાં વૃક્ષો ગેરકાયદેસર કપાવા દીધાં હતાં અને વન્યજીવોના કુદરતી આવાસને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ગુનો નોંધાયા બાદ વન વિભાગ દ્વારા બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કોર્ટમાં બંને પક્ષોની દલીલો ₹25 હજારના બોન્ડ સાથે વૃક્ષારોપણ ફરજિયાત
અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ₹25,000ના અંગત બોન્ડ પર નીચે મુજબની આકરી શરતો સાથે જામીન મંજૂર કર્યા છે: હાઇકોર્ટે પોતાના હુકમમાં સ્પષ્ટ નોંધ્યું છે કે, જો નિયત સમયમર્યાદામાં વૃક્ષો વાવવામાં કે તેની જાળવણી કરવામાં કોઈપણ પ્રકારનો ભંગ જણાશે તો આરોપીઓના જામીન આપોઆપ રદ ગણાશે. ગુજરાત હાઇકોર્ટે આ અરજીની સુનવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે, હાઇકોર્ટ પરિસરમાં કન્સ્ટ્રકશન કરવાનું છે ,પરંતુ તે જમીન ઉપર 20 વૃક્ષો આવેલા છે. જેને મૂળમાંથી ઉખાડીને અન્ય સ્થળે પુનઃવાવણી કરવાની છે. પરંતુ તેનું મશીન હાલમાં ઉપલબ્ધ ન હોવાથી કન્સ્ટ્રક્શન કામ અટકી પડ્યું છે અને તમે 1690 વૃક્ષો કપાવી નાખ્યા !
ગુજરાત હાઇકોર્ટનો પર્યાવરણલક્ષી આદેશ:બે આરોપીઓને કુલ 1700 વૃક્ષો વાવવાની શરતે જામીન, ત્રણ વર્ષ સ્વખર્ચે દેખભાળ કરવાની રહેશે
📅 Published: August 17, 2026 |
📂 Category: gujarati-news
