ગેરકાયદસર હથિયાર સાથે યુવક ઝડપાયો:મહેસણાના અલોડા ગામે SOGની મોટી કાર્યવાહી, 25 હજારની પિસ્તોલ સાથે શક્તિસિંહ ઠાકોરને ઝડપી પાડ્યો

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણાના અલોડા ગામે SOG પોલીસે કાર્યવાહી કરી 25 હજારની કિંમતની દેશી પિસ્તોલ સાથે 26 વર્ષીય શક્તિસિંહ રમણજી ઠાકોરને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે રૂપેણ મુક્તિધામના ગેટ પાસે દરોડો પાડી પોલીસે લાયસન્સ વગરની પિસ્તોલ કબજે કરી હતી. આરોપી વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. યુવક ગેરકાયેદ હથિયાર સાથે ઉભો હોવાની બાતમી મળી
પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હેમેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ મનુભાને ચોક્કસ બાતમી મળી હતી કે અલોડા ગામનો એક યુવક ગેરકાયદેસર હથિયાર સાથે છઠિયારડાથી અલોડા તરફ જતા રોડ પર આવેલા રૂપેણ મુક્તિધામના ગેટ પાસે ઊભો છે. બાતમીના આધારે SOGની ટીમે પંચોને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. પોલીસે 26 વર્ષીય શક્તિસિંહ ઠાકોરને ઝડપી પાડ્યો
પોલીસ રેડ દરમિયાન 26 વર્ષીય શક્તિસિંહ રમણજી કુરવજી ઠાકોર (રહે. અલોડા મોટો ઠાકોરવાસ, તા.જી. મહેસાણા) પાસેથી લાયસન્સ વગરની 25 હજાર ની કિંમતની એક દેશી પિસ્તોલ મળી આવી હતી. SOG ટીમે પિસ્તોલ કબજે કરી આરોપી વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *