અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવીને ગેરકાયદેસર હથિયારોના જથ્થા સાથે જુહાપુરાના બે શખસને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી તમંચો, પાંચ જીવતા કારતૂસ અને પાંચ તલવારો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપ્યો
ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે જુહાપુરાના સંકલિતનગર વિસ્તારમાં રહેતો રઝીક ઉર્ફે રાજુ કુરેશી પોતાના ટુ-વ્હીલર પર હથિયારો લઈને દાણીલીમડા તરફથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને અટકાવી તલાશી લેતાં તેની પાસેથી દેશી તમંચો, પાંચ જીવતા કારતૂસ અને પાંચ તલવારો મળી આવ્યા હતા. હથિયાર આપનાર સાગરીત પણ પકડાયો
પોલીસ પૂછપરછ દરમિયાન રઝીકે ખુલાસો કર્યો હતો કે આ હથિયારો તેણે જુહાપુરા-ફતેવાડી વિસ્તારમાં રહેતા મહંમદ અયુબ ઉર્ફે મુલ્લા શેખ પાસેથી મેળવ્યા હતા. જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મહંમદ અયુબ શેખની પણ ધરપકડ કરી હતી. પોલીસ તપાસના મુખ્ય મુદ્દા
આટલી મોટી માત્રામાં ગેરકાયદેસર હથિયારો રાખવા પાછળનો મુખ્ય હેતુ શું હતો, હથિયારોનો જથ્થો મૂળ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ થયો છે કે કેમ? તે અંગે ક્રાઈમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
ગેરકાયદેસર હથિયારો સાથે જુહાપુરાના બે યુવક ઝડપાયા:દેશી તમંચો, 5 જીવતા કારતૂસ અને 5 તલવાર જપ્ત
📅 Published: August 18, 2026 |
📂 Category: gujarati-news
