ગોધરાના કણજ્યાં જંગલમાંથી યુવતીનો કોહવાયેલો મૃતદેહ મળ્યો:ધોળી ગામની યુવતી ચાર દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ હતી

📅 Published: October 28, 2026 | 📂 Category: gujarati-news

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ધોળી ગામની 27 વર્ષીય યુવતી સુનિતાબેન બારીયા છેલ્લા ચાર દિવસથી ગુમ હતી. દરમિયાન ગામ નજીક આવેલા કણજ્યાં જંગલ વિસ્તાર પાસેથી યુવતીનો અત્યંત કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
ચાર દિવસથી ગુમ યુવતીનો મૃતદેહ જંગલ વિસ્તારમાંથી મળી આવતાં ગોધરા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે
પોલીસે યુવતીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. યુવતીનું મોત કયા સંજોગોમાં થયું અને તેની પાછળનું કારણ શું છે તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ યુવતીના મોત અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *