ગોધરા શહેરના પોલન બજાર સ્થિત કેસરી સર્કલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેસરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાજી ફારુક કેસરી, મૌલાના શોએબ ચીમજી, ઈદ્રીસ ભાઈ દરગાહી, તૈયબ ભાઈ કલંદર, મૌલાના ઈકબાલ બોકડા સહિત મોટી સંખ્યામાં યુવાનો, વૃદ્ધો અને નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. નોંધનીય છે કે પોલન બજારના કેસરી સર્કલ ખાતે છેલ્લા 21 વર્ષથી 365 દિવસ નિયમિત ધ્વજવંદન કરવાની પરંપરા જાળવવામાં આવી રહી છે. 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પણ આ પરંપરાનું પાલન કરીને રાષ્ટ્રપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
ગોધરાના કેસરી સર્કલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:મોટી સંખ્યામાં લોકો જોડાયા, સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
