ગોધરામાં ગણેશ વિસર્જન શોભાયાત્રાને લઈ તંત્ર સજ્જ:રામસાગર તળાવ ખાતે વિસર્જનની તમામ તૈયારીઓ પૂર્ણ

📅 Published: September 20, 2026 | 📂 Category: gujarati-news

ગોધરા શહેરમાં 20 સપ્ટેમ્બર, રવિવારના રોજ ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળવાની છે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારો અને મંડળોમાં સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન રવિવારે કરવામાં આવશે. ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને ગોધરાના રામસાગર તળાવ ખાતે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. મૂર્તિઓના સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે વિસર્જન માટે તળાવ ખાતે જરૂરી તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. વિસર્જનની કામગીરી માટે બે વિશાળ ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માધ્યમથી મોટી ગણેશ મૂર્તિઓનું પણ સરળતાથી અને સુરક્ષિત રીતે વિસર્જન કરી શકાય. તળાવ ખાતે વિસર્જન દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સ્થળ વ્યવસ્થાપન પણ કરવામાં આવ્યું છે.
ગણેશ વિસર્જન શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાવાની શક્યતા છે. આથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર આયોજનને લઈ ખાસ તકેદારી રાખવામાં આવી છે. રામસાગર તળાવ ખાતે વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂરી થાય તે માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *