પંચમહાલ-ગોધરા SOG પોલીસે ગોધરા શહેરમાં નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવી હતી. પોલીસ અધિકારીઓની સૂચના પર SOG ટીમે ગોધરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું અને બાતમીદારોને સક્રિય કર્યા. આ ઝુંબેશ દરમિયાન મળેલી બાતમીના આધારે SOG ટીમે ત્રણ વોન્ટેડ આરોપીઓને તેમના રહેણાંક વિસ્તારમાંથી પકડી પાડ્યા. પકડાયેલા આરોપીઓમાં ફુલમેન્દ્ર નવનીતલાલ તનેજા (જુગારધારા હેઠળના ગુનામાં વોન્ટેડ), અબ્દુલ કલામ ઉર્ફે ભુરીયો મોહંમદ હનીફ હયાત (રાયોટિંગના ગુનામાં વોન્ટેડ) અને સરફરાજ ઇકબાલ દાવલા (ગૌવંશ હત્યાના ગુનામાં વોન્ટેડ)નો સમાવેશ થાય છે. પકડાયેલા ત્રણેય આરોપીઓને આગળની કાર્યવાહી માટે સંબંધિત ગોધરા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. SOG પોલીસની આ કાર્યવાહીને કારણે નાસતા-ફરતા આરોપીઓમાં ભય ફેલાયો છે.
ગોધરામાં જુગાર, રાયોટિંગ અને ગૌવંશ હત્યાના વોન્ટેડ આરોપી ઝડપાયા:SOG પોલીસે ત્રણ આરોપીઓને તેમના રહેણાંક વિસ્તારમાંથી પકડ્યા
📅 Published: September 15, 2026 |
📂 Category: gujarati-news
