ગોધરાના રણછોડજી મંદિર ગરબા મહોત્સવમાં નવરાત્રિના છઠ્ઠા દિવસે દિવ્યાંગ બાળકો માટે વિશેષ ગરબાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બહેરા-મૂંગા શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ ગરબે ઘૂમીને નવરાત્રિ પર્વની ઉજવણી કરી. આયોજકોનો હેતુ દિવ્યાંગ બાળકોને પણ નવરાત્રિની ખુશીઓમાં સામેલ કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકો ખૂબ જ ઉત્સાહ અને ઊર્જા સાથે ગરબાના તાલે ઝૂમ્યા હતા. ગરબે ઘૂમતી વખતે તેમના ચહેરા પર દેખાતી ખુશી આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી. ગરબા રમ્યા બાદ બાળકોએ માતાજીની આરતી ઉતારી હતી. આયોજકોએ તમામ બાળકોને ભેટ આપી હતી. સાથે જ, બાળકો માટે વિશેષ નાસ્તાની વ્યવસ્થા કરી તેમને વિદાય આપી હતી. આ પહેલથી દિવ્યાંગ બાળકોને ઉત્સવનો આનંદ માણવાની સુંદર તક મળી.
ગોધરામાં દિવ્યાંગ બાળકો માટે વિશેષ ગરબા મહોત્સવ:રણછોડજી મંદિરમાં બહેરા-મૂંગા શાળાના બાળકોએ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા
📅 Published: October 17, 2026 |
📂 Category: gujarati-news
