ગોધરા શહેરમાં દેવીપૂજક સમાજે ભગવાન શ્રીકૃષ્ણની વિસર્જન યાત્રા કાઢી હતી. આ યાત્રામાં દેવીપૂજક સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમાને સુંદર રીતે શણગારવામાં આવી હતી. યાત્રા દરમિયાન આખા રસ્તા પર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના જયઘોષ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા હતા. ઢોલ-નગારા અને ભક્તિ સંગીતના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા. આખું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. શહેરના અલગ અલગ રસ્તાઓ પરથી આ વિસર્જન યાત્રા પસાર થઈ હતી. યાત્રાના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના દર્શનનો લાભ લીધો હતો. અંતે, ધાર્મિક વિધિ અને ભક્તિભાવ સાથે ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દેવીપૂજક સમાજ દ્વારા આયોજિત આ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ હતી.
ગોધરામાં દેવીપૂજક સમાજે શ્રીકૃષ્ણ ભગવાનની વિસર્જન યાત્રા યોજી:મોટી સંખ્યામાં ભક્તો જોડાયા, ઢોલ-નગારા સાથે શહેરમાં કૃષ્ણમય માહોલ છવાયો
📅 Published: September 6, 2026 |
📂 Category: gujarati-news
