ગોધરામાં નવરાત્રી મહોત્સવમાં ગુંજ્યું ‘વંદે માતરમ’:પોલીસ પરેડ ગરબા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એકસાથે ગીતનું ગાન કર્યું

📅 Published: October 20, 2026 | 📂 Category: gujarati-news

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પંચમહાલ પોલીસ તથા સેફ પંચમહાલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ-2026 દરમિયાન દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શહેરના પોલીસ પરેડ ગરબા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ એકસાથે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’નું ગાન કરીને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. નવરાત્રીના ઉત્સાહભર્યા માહોલમાં સામૂહિક ગાનથી સમગ્ર ગરબા ગ્રાઉન્ડ દેશભક્તિના રંગે રંગાયું હતું. ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી
‘વંદે માતરમ’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી મહોત્સવમાં ગરબા રમવા માટે એકત્રિત થયેલા ખેલૈયાઓ અને ઉપસ્થિત લોકોએ એકસાથે ‘વંદે માતરમ’નું ગાન કર્યું હતું. આ દરમિયાન ગરબા ગ્રાઉન્ડમાં દેશભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને લોકોએ સામૂહિક ગાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા પોલીસ વડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત, ગોધરા નગર ભાજપ પ્રમુખ નિર્મિત દેસાઈ સહિત મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રીના સાંસ્કૃતિક ઉત્સવ સાથે દેશભક્તિની ભાવનાને જોડતા આ આયોજનમાં સામૂહિક ‘વંદે માતરમ’ના ગાનથી ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *